તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ઇન્કમટેક્ષ ભરતાં ખેડૂતોને કિસાન નિધિની રકમ પરત કરવી પડશે, 2.73 લાખ ખેડૂતોને 6 હપ્તામાં 288.39 કરોડ ચૂકવાયા સહાયની રકમ પરત કરવાનો મેસેજ મળતાં ધક્કે ચડ્યા

મહેસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 2,73,724 ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 હપ્તામાં રૂ.288.39 કરોડ ચૂકવાયા છે. ત્યારે કેટલાક ખેડૂતોના મોબાઇલ પર આ યોજનાની પાત્રતા ધરાવતા ન હોઇ સહાયની રકમ પરત લેવાનો મેસેજ મળતાં ખેડૂતો દોડતા થયા છે.યોજના જાહેર થઇ ત્યારે નિયમ મુજબ ઇન્કમટેક્ષ ભરતાં ખેડૂતોને લાભ નહીં મળે તેવી જોગવાઇ દર્શાવાઇ હતી. તેમ છતાં કેટલાક ખેડૂતોએ બાંહેધરી પત્રકમાં ઇન્કમટેક્ષ ન ભરતાં હોવાનું દર્શાવી યોજનાનો ખોટી રીતે લાભ લઇ રહ્યા છે. જે સરકારની નજરે ચડી જતાં હવે રિકવરી કાઢી છે.

સંબંધિત બેંકોને પણ ઇન્કમટેક્ષ ભરતા હોવા છતાં યોજનાનો લાભ લેતા ખેડૂતોની યાદી સોંપી અત્યાર સુધી ચૂકવેલી સહાયની રકમ પરત લેવા કાર્યવાહી કરવા સૂચના આપી દેવાઇ છે. આ પ્રકારના મેસેજ આવવા લાગ્યા ખેડૂતોને મળેલા મેસેજમાં જણાવાયું છે કે, આપ ઇન્કમટેક્ષ ભરતા હોવાથી PM KISAN યોજનાના લાભાર્થી તરીકે પાત્રતા ધરાવતા નથી. આથી યોજનાનો લાભ આપને મળવાપાત્ર નથી. આપને PM KISAN યોજનામાં મેળવેલ નાણાંની રીકવરી (પરત લેવાના) કરવાની થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો