તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માગણી:વાઠડા, ભરવાડા ગામ પાસે મેણ નદી પર ચેકડેમ બાંધવા ખેડૂતોની માગ

નસવાડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે વીજ પ્રશ્નોથી ખેડૂતો મુશ્કેલીમા મુકાય છે
  • ચેકડેમ બનતા સિંચાઈનું પાણી ખેડૂતોને મળી શકે તેમ છે

રાજ્ય સરકાર ખેડૂતો લક્ષિ અનેક યોજનાઓ બહાર પાડે છે. પરંતુ હજુ કેટલાય એવા વિસ્તાર છે જયાં ખેડૂતોને ખરેખર સરકાર લક્ષિ યોજના દ્વારા થતા કામોની જરૂર છે. જેમાં નસવાડી તાલુકાની મુખ્ય મેણ નદીમા હાલ પાણી વહી રહ્યું છે. જે વરસાદી પાણી ખેડૂતો નજર સામે જોઈ રહ્યા છે. જેમાં નસવાડી તાલુકાના અનેક એવા ગામડા છે. જયાં સરકારના વિકાસના કામોની જરૂરિયાત છે. આ એવા ગામ છે જયાં સરકાર વિકાસના કામ કરે તો ખરેખર ખેડૂતો પ્રગતિશીલ બની શકે છે. નસવાડી તાલુકાની મેણ નદીના કિનારે આવતા વાઠડા અને સામે ભરવાડા ગામ છે. આ બન્ને ગામ વચ્ચે અંદાજીત 150 મિટર લંબાઈનો સિંચાઈનો ચેકડેમ બનાવામાં આવે તો આ બે ગામ સાથે અન્ય બીજા અનેક ગામના ખેડૂતો ભર ઉનાળે ખેતી કરી શકે તેમ છે. હાલ આ ખેડૂતોના ખેતરમાં ઉભો પાક છે. પરંતુ લાઈટો પૂરતી મળતી ના હોવાથી પાણી લેવા માટે હવાતિયાં કરી રહ્યા છે.

કેટલાય ખેડૂતો મેણ નદીમા ખાડો હોય ત્યાં ડીઝલ એન્જીન મૂકી પાણી લઈ રહ્યા છે. જે પાણી ઉનાળા, શિયાળાની ઋતુમા ઓછું થઈ જાય છે. પરંતુ જો આ નદી પર ચેકડેમ બનાવાય તો સિંચાઈનો લાભ ખેડૂતોને મળી શકે છે. સાથે આ ગામડામા ઉનાળા દરમ્યાન પીવાના પાણીના પ્રશ્નો સર્જાય છે. જો ચેકડેમ બને તો જળ સ્તર ઉંચા આવશે અને ખેડૂતોને ફાયદો થાય તેમ છે. ત્યારે સિંચાઈ વિભાગ આ બાબતે ગ્રામજનો સાથે આ જગ્યા પર સર્વે કરે તેવી ખેડૂતો માંગ કરી છે. સાથે સંખેડા ધારાસભ્ય પણ આ બાબતે ખેડૂતોની વ્હારે આવી ચેકડેમ બનાવવા સરકારમા રજૂઆત કરે તેવી માંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો