તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતાવરણમાં પલટો:ખેરગામમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ભાત કાપવા ખેડૂતો મૂંઝવણમાં

ખેરગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદની આગાહીથી કાપણી કરતા ખેડૂતો ડરે છે

ખેરગામ તાલુકામાં ડાંગરની રોપણી વરસાદ પાછળ ઠેલાવાના કારણે મોડી થઈ હતી.જેમાં પિયતની સગવડ ધરાવતા ઘણા બધા ખેડૂતોએ સમયસર વાવણી અને રોપણી કરી દીધી હતી.હાલ ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર થઈને લહેરાય રહ્યો છે.અને તેને કાપણી કરવા માટે ખેડૂતોએ જરૂરી તૈયારી પણ કરી દીધી છે.પરંતુ બે દિવસ પહેલા વરસાદ પડતાં કેટલાક ખેડૂતોએ ખેતરમાં કાપેલું ભાત સાચવવા ભારે દોડ મુકવી પડી હતી,અને હજુ પણ વરસાદની આગાહી હોય તેમજ ખેરગામ વિસ્તારમાં સાંજે વાદળીયું વાતાવરણ રહેતા ઘણા બધા ખેડૂતો ડાંગરની કાપણી કરવા બાબતે અવઢવમાં છે.કાપણી ચાલુ કરીએ કે કેમ તે બાબતે મૂંઝવણ અનુભવી રહ્યા છે.ખેરગામ વિભાગના એક ખેડૂત ફારૂકભાઈ શેખના જણાવ્યા મુજબ બે ત્રણ દિવસથી ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક કાપવા માટે તૈયારી કરી રહ્યા છે,પરંતુ જો વરસાદ આવી જાય તો પાકને નુકશાની થઈ શકે એમ હોય કાપણી શરૂ કરવ મૂંઝવણ થઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો