તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધાર્મિક:પ્રસિદ્ધ ઉનાઇ મંદિરે નવરાત્રિની ઉજવણીમાં ઝાંખપ, પ્રથમવાર રોશનીનો શણગાર નહીં

વાંસદા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાઇડ લાઇનમાં ગરબાની મનાઇને લીધે મંદિરની રોનક છીનવાઇ
  • દર નવરાત્રિમાં હજારો ભક્તોની હાજરી વાળું મંદિર આ વર્ષે સુનું

દક્ષિણ ગુજરાતના પવિત્રધામ ઉનાઈ માતાજી મંદિર શ્રધ્ધાળુઓ માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. જેમાં ભાવિક ભક્તો માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. જ્યાં દર વર્ષે ભક્તોનુ ઘોડાપુર અહીં ઉમટતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાનું વિઘ્ન નડતા તમામ પ્રાચીન ગરબીઓના જાહેર રાસ ગરબા રદ કરવા પડ્યા છે. આવી સ્થિતિમાં કોરોનાએ નવરાત્રિ મહોત્સવની ઉજવણીના રંગમાં ભંગ પાડ્યો છે. જેમાં નવરાત્રિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાવિકોના આસ્થાના કેન્દ્ર સમા ઉનાઇ મંદિરમાં નવરાત્રિની કોઈ તૈયારી નહિ કરાતા લોકોમાં આશ્ચય સર્જાયું છે. નવરાત્રિ ટાણે ઉનાઈ મંદિરનો શણગાર જોવા આખું નગર ઉમટી પડે છે. નવરાત્રિના પ્રથમ નોરતે જ ઉનાઈ માતાજીના મંદિરની ઝગમગાટને ઝાંખપ લાગી છે.

નવરાત્રિમાં સરકારના જાહેરનામા બાદ ઉનાઈ મંદિરનું વહીવટીતંત્ર પણ તેની ફરજ ભુલ્યું વર્ષોથી કરાતો મંદિરનો ઝગમગાટ આ વર્ષે નહિ કરતા કરકસરભર્યા વહિવટનો વીડિયો વહેતો થયો છે. પ્રથમ નોરતે જ વહીવટી તંત્ર ક્યાંકને ક્યાંક મંદિરને ભુલી ગયા હોય તેમ જણાઇ છે. ત્યારે આ વહિવટ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જેમાં ઉનાઈ મંદિરને ઝગમગાટ કરવાનું ભુલાઈ જતા ઉનાઈ મંદિરનો રંગ ફિક્કો પડી ગયો છે. કોરોનાના સંક્રમણથી બચવા લોકોને તમામ તહેવારોની ઉજવણી ઘરે બેઠા જ કરવી પડી રહી છે. હાલમાં આદ્ય શક્તિની ઉપાસનાનું મહાપર્વ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે.નવરાત્રિમાં સરકારની ગાઇડલાઇનમાં ગરબાની મનાઇ છે, આરતીની નહીં તેમ છતાં મંદિરમાં ઝગમગાટ નહિ કરાતા નવરાત્રિમાં પ્રથમવાર ઐતિહાસિક ઉનાઈ માતાજીનું મંદિર સૂનુ અને ઝાંખુ લાગી રહ્યું છે. જેથી સ્વાભાવિક જ ભાવિકોમાં કચવાટની લાગણી ફેલાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો