Corona Update Gujarat / વિદેશથી આવેલાનો પરિવાર 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેશે તો AMC મફત દૂધ-શાક અને દવા-કરિયાણું પૂરું પાડશે

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની ફાઈલ તસવીર
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની ફાઈલ તસવીર

  • અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જાહેરાત
  • અમદાવાદના તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે
  • જાહેરમાં થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. 500થી વધારીને રૂ. 1000
  • કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 06:50 PM IST

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. તેમણે કહ્યું કે જે પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મ્યુનિ. મફતમાં ઘરે પહોંચાડશે.મ્યુનિસિપિલ કમિશનર વિજય નેહરાએ અપીલ કરી છે કે તમામ વિદેશથી આવેલા લોકોના પરિવારજનોને આ સુવિધાનો લાભ લેવો.

31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ
અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.જાહેરમાં થૂંકવા બદલ 4 દિવસમાં 4500થી વધુ લોકોને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે આજથી અમદાવાદના તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. 31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. પાન-ગલ્લા ચાલુ રહેશે તો પોલીસ ફરિયાદ નોંધાશે. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. 500થી વધારીને રૂ. 1000 કરાશે, દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી અટક કરાશે.મ્યુનિ.નો ઉદ્દેશ દંડના રૂપિયા ભેગા કરવાનો નહીં પણ લોકોમાં જાગૃતિ લાવવાનો છે, શહેરને સ્વચ્છ બનાવવાનો છે.

બસો, બાગ-બગીચા, હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ રાખવા અપીલ
રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ માટે એએમસી હેઠળના વિસ્તારોમાં એએમટીએસ, બીઆરટીએસ સંપૂર્ણપણે બંધ રહેશે. રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો-વાણિજ્ય એકમો હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને તમામ એકમો બંધ રાખવા પણ અપીલ કરી છે.રવિવારે ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, પાનકોરનાકા બજાર, સિંધી માર્કેટ સહિતના બધા બજારો સંપૂર્ણ બંધ રહેશે.

X
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની ફાઈલ તસવીરઅમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી