મહારાષ્ટ્ર / ફડણવીસે કહ્યું- ઉદ્ધવ ઠાકરે રોકાણ અંગે રાજ્યની નકારાત્મક છબી રજૂ ન કરે

ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- અમારી સરકારે આરેમાં 2000 ઝાડ કાપ્યા,પણ ચાર વર્ષ અગાઉ 23 હજાર છોડ ઉગાડ્યા હતા
ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- અમારી સરકારે આરેમાં 2000 ઝાડ કાપ્યા,પણ ચાર વર્ષ અગાઉ 23 હજાર છોડ ઉગાડ્યા હતા

  • ફડણવીસે કહ્યું- કોઈ પણ પ્રોજેક્ટ ઝાડ કાપ્યા વગર પૂરો થઈ શકે નહીં
  • ભાજપને સત્તાથી દૂર રાખવા માટે શિવસેનાએ NCP-કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું

Divyabhaskar.com

Dec 10, 2019, 11:05 AM IST

મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો છે કે વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રોકાણને લઈ રાજ્યની નકારાત્મક છબી બનાવી રહ્યા છે. તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેએ મેટ્રોના 3 કારશેડનું કામ અટકાવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત બુલેટ ટ્રેન જેવા મહત્વના પ્રોજેક્ટોની પણ સમીક્ષા કરવા આદેશ કર્યો છે. આ ઘટનાક્રમ બાદ દેવેન્દ્ર ફડણવીસ તરફથી આ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઝાડ કાપ્યા વગર પૂરો કરી શકાય નહીં.

અમે આરેમાં 2,000 ઝાડ કાપ્યા છે, પરંતુ ચાર વર્ષ અગાઉ ત્યાં 23 હજાર છોડ પણ લગાવ્યા હતા. આ તમામ છોડ આજે પણ સુરક્ષિત જ છે. અમે વધુ 25 હજાર છોડ ઉગાડવાની પણ યોજના ધરાવતા હતા. ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે રાજ્યની છબી રોકાણને લઈ નકારાત્મક બને તે રીતે રજૂ કરવું જોઈએ નહીં ઉદ્યોગ જગતના લોકો હવે વિચારી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં રોકાણલક્ષી વાતાવરણનું સર્જન થશે કે નહીં.

ચીન અને જાપાનને પૂછવું જોઈએ કે બુલેટ ટ્રેનનો લાભ થયો છે કે નહીં
ફડણવીસે કહ્યું જો દિર્ઘ દ્રષ્ટિકોણથી જોઈએ તો મેટ્રોથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, માટે ઝાડ કાપવા તે મોટો મુદ્દો થવો જોઈએ નહીં. કેટલાક લોકો બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહ્યા છે. તેમણે ચીન અને જાપાનને પૂછવું જોઈએ કે હાઈ સ્પીડ ટ્રેનોથી લાભ થયો છે કે નહીં. આ દેશો નિખાલસપણે કહી રહ્યા છે કે બુલેટ ટ્રેનથી તેમના વિકાસને વેગ મળ્યો છે. આપણને પણ આ પ્રકારના લાભ મળી શકે છે. મારા કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્ર દેશમાં બે વખત સૌથી વધારે મૂડીરોકાણ ધરાવનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું.

મે ક્યારેય ઉદ્ધવને કોઈ મુદ્દે નારાજ કર્યા નથી
ફડણવીસે કહ્યું હતું કે ભાજપને સત્તાથી દૂર રાખી શકાય તે માટે શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. મારા પાંચ વર્ષના શાસનમાં ક્યારેય ઉદ્ધવને નિરાશ કર્યા નથી. પરંતુ ચૂંટણી બાદ શિવસેનાનું વર્તન જોઈને મને એવું લાગે છે કે NCP અને કોંગ્રેસ સાથે જવાની તેમણે અગાઉથી જ યોજના બનાવી હતી. ઉદ્ધવ ઠાકરેએ તો ચૂંટણી બાદ મારા ફોનનો જવાબ પણ નથી આપ્યો.

X
ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- અમારી સરકારે આરેમાં 2000 ઝાડ કાપ્યા,પણ ચાર વર્ષ અગાઉ 23 હજાર છોડ ઉગાડ્યા હતાભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- અમારી સરકારે આરેમાં 2000 ઝાડ કાપ્યા,પણ ચાર વર્ષ અગાઉ 23 હજાર છોડ ઉગાડ્યા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી