તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફડણવીસ અને ભાજપ ધારાસભ્યો "મૈ ભી સાવરકર"ની ટોપી પહેરી વિધાનસભા પહોંચ્યા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
તમામ ધારાસભ્યોએ "મૈ ભી સાવરકર" ટોપી પહેરી વિધાનસભા બહાર પ્રદર્શન કર્યું
  • રાહુલ ગાંધીએ શનિવારે એક રેલીમાં કહ્યું હતું- મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે

નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રની શરૂઆત સોમવારથી થઈ છે. સત્રમાં ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના તમામ ધારાસભ્યો " મૈ ભી સાવરકર" ટોપી પહેરીને વિધાન સભા પહોંચ્યા હતા. વિપક્ષના વલણને જોતા આ સત્ર ભારે ધાંધલ-ધમાલભર્યું બની રહે તેવી શક્યતા છે. વિપક્ષ વીર સાવરકરના મુદ્દે સરકારને ઘેરવા માટે સજ્જ છે. આ અગાઉ ભાજપના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર પોસ્ટર લઈ કોંગ્રેસ અને શિવસેના સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 
આ અગાઉ રવિવારે ફડણવીસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને દેશ સાવરકરનું અપમાન સહન કરી શકે નહીં. ફડણવીસે શિવસેનાની પણ ટીકા કરતા કહ્યું છે કે શિવસેના સત્તામાં રહેવા માટે કેવા કેવા લોકો સાથે સમજૂતી કરી રહ્યું છે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. શિવસેના અગાઉ સાવરકરને લગતા મુદ્દા પર આકરી પ્રતિક્રિયા આપતુ હતુ અને તેનો બચાવ કરતુ હતુ, પરંતુ હવે શિવસેના શાં માટે નરમ થઈ ગયું છે તે અંગે પ્રશ્ન કર્યો હતો.

મે રાહુલ સાવરકર નથીઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીમાં એક રેલીમાં કહ્યું હતું કે તેમનું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે. માટે તેઓ તેમના "રેપ ઈન ઈન્ડિયા"ના નિવેદન અંગે માફી નહીં માંગે. રાહુલે ઝારખંડમાં એક ચૂંટણી રેલી સમયે દેશમાં મહિલાઓ સામે વધતા ગુના અંગે રેપ ઈન ઈન્ડિયા કહ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સહિત ભાજપે આ નિવેદન અંગે માફીની માંગ કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો