તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારુતિ ડિઝાયરનું ફેસલિફ્ટ વર્ઝન ભારતમાં લોન્ચ થયું, કિંમતમાં ₹22,000 સુધીનો વધારો કરાયો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ ડિઝાયર ગાડીનું ફેસલિફ્ટ મોડેલ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધું છે. આ અપગ્રેડેડ મોડેલની કિંમત 5.89 લાખ રૂપિયાથી લઇને 8.80 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, ડિઝાયરના ફેસલિફ્ટ મોડેલ કરતાં તેમાં 6,000 રૂપિયાથી લઇને 22,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ડિઝાયરના ફેસલિફ્ટ મોડેલમાં કંપનીએ અનેક પ્રકારના કોસ્મેટિક અને મિકેનિકલ ફેરફાર કર્યા છે.

એન્જિન ડિટેલ્સ
નવી ડિઝાયરમાં કંપનીએ બલેનોમાં મળનારા 1.2 લિટરનું ચાર સિલિન્ડર K12C DualJet પેટ્રોલ એન્જિન નાખ્યું છે. આ નવું એન્જિન 90hp પાવર આપશે, જે જૂનાં મોડેલ કરતાં આશરે 7hp વધારે છે. આ એન્જિન માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ સાથે રજૂ કરવામાં આવ્યું છે. ગિયરબોક્સ ઓપ્શન્સમાં ડિઝાયરમાં 5 સ્પીડ મેન્યુઅલ અને એક ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ સામેલ છે. તેમજ, ડિઝાયરના ફેસલિફ્ટ મોડેલના મેન્યુઅલ વર્ઝનની એવરેજ 23.26kpl અને AMT વર્ઝનની એવરેજ 24.12 kpl રાખવામાં આવી છે.

ડિઝાઇન
નવાં મોડેલમાં નવી ગ્રિલ, નવું ફ્રંટ બંપર અને નવી ફોગ લાઇટ આપવામાં આવી છે. તેમજ, કારનાં ઇન્ટિરિયરમાં પહેલાં જેવું જ ડેશબોર્ડ લેઆઉટ આપવામાંઆવ્યું છે. જો કે, ડિઝાયર ફેસલિફ્ટમાં મારુતિ સુઝુકીની નવી સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાતે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, નવા ડ્યુઅલ ટોન અપહોલ્સ્ટ્રી, ફોક્સ વુડ સાથે ઓટો ફોલ્ડિંગ OVRM પણ સામેલ કરવામાં આવ્યું છે. આ ફેસલિફ્ટ કોમ્પેક્ટ સિડેન ઇન્ડિયન માર્કેટમાં હોન્ડા અમેઝ, ફોર્ડ અસ્પાયર, હ્યુન્ડાઇ ઓરા અને ટાટા ટિગોર ફેસિલફ્ટ સાથે સ્પર્ધા કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો