તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધાનો અભાવ:આસપુરમાં પારાવાર ગંદકીથી ગ્રામજનોને પડતી ભારે હાલાકી

વિરપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાદવ કીચડમાથી અવર જવર કરવા આસપુરના ગ્રામજનો મજબૂર બન્યા.
  • રોડ, પાણી, સ્વચ્છતા જેવી પાયાની સુવિધાનો અભાવ
  • પ્રાથમિક સુવિધાઓ આપવામાં પંચાયત નિષ્ફળ રહ્યું

વિરપુર તાલુકાની આસપુર ગ્રામ પંચાયત રોડ, પાણી, સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે ત્યારે આસપુરની મોટાભાગના વિસ્તારોમાં ગંદીએ માજા મુકી છે. વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા મૃત હાલતમાં પડી રહી છે. જેના કારણે સ્થાનિક પ્રજામાં આક્રોશ જોવા મળ્યો છે આસપુર ગામના મેરા અને ઝાલા વિસ્તારમાં અંદાજીત 60 થી 70 જેટલા પરીવારોનો વસવાટ હોવા છતાં આજદિન સુધી આ વિસ્તારોમાં ગંદકીની સફાઈ કરવામાં આવી નથી. હાલના સમયમાં વરસાદ નથી. તેમ છતાં ઠેરઠેર ગંદા પાણીનો અને પશુઓના મળનો જમાવડો જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારોમાં કાયમી ધોરણે દુર્ગંધ વાળુ પાણી જાહેર માર્ગ પર રેલાયેલા જોવા મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાથી અનેકવાર જવાબદાર તંત્ર અને સ્થાનિક ગ્રામ પંચાયતને મૌખિક તથા લેખિત રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા ગંદકીના નિકાલ અને સ્ટ્રીટ લાઈટ સુવિધાની સત્વરે કામગીરી કરેે તેવી માંગ ઉઠી છે.

હાલ સફાઇ થાય તેમ નથી રસ્તા પરના કાદવ સુકાઈ ગયા પછી સફાઈ કરાશે: આસપુર ગ્રામપંચાયત વિસ્તારના મેરા અને ઝાલા ફળિયા મા રોડ ગંદકી સ્ટ્રીટ લાઈટ ની ફરિયાદ આવેલ છે હાલ રસ્તા પર માટીના થર જામી ગયેલ છે જેના કારણે હાલ સફાઈ થાય તેમ નથી રસ્તા પરના કાદવ સુકાઈ ગયા પછી સફાઈ કરવામાં આવશે સાથે ગંદુ અને વરસાદી પાણી ના કાયમી નિકાલ માટે યોગ્ય નિર્ણય લઈને કામ કરવામાં આવશે.- પ્રિતેશ પટેલ, તલાટી,પંચાયત આસપુર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો