તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપોર્ટ મા ધટાડો:મેન મેઈડ ફેબ્રિક્સનું USA, શ્રીલંકા, યુએઈ, બાંગ્લાદેશ અને સાઉદી અરેબિયામાં થતું એક્સપોર્ટ 23 થી 70% નીચું

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાપડ ઉદ્યોગને ઓક્ટો.માં સારો વેપાર મળ્યો, પરંતુ એક્સપોર્ટ હજુ પણ નીચો

દિવાળી અને લગ્નસરાંના કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં સુરતના કાપડ ઉદ્યોગકારોને સારો વેપાર મળ્યો છે. જોકે, એક્સપોર્ટની વાત કરવામાં આવે તો યુએસએ, શ્રીલંકા, યુએઈ, બાંગ્લાદેશ અને સાઉદી અરેબિયા જેવી કન્ટ્રીઝમાં થતું એક્સપોર્ટ 23 થી 70 ટકા સુધી ઘટી ગયું છે. એસઆરટીઈપી પાસેથી મળતાં આંક અનુસાર, ચાલુ વર્ષે એપ્રિલ થી ઓગસ્ટ માસ દરમિયાન થયેલા કાપડ ફાયબર, યાર્ન, ફેબ્રિક્સ, મેઈડ અપ્સનું વર્ષ 2019ના એપ્રિલ થી ઓગસ્ટની સરખામણીએ સરેરાશ 46.51 ટકાનો ઘટાડો નોંધાયો છે.

માર્ચ મહિનાથી લોકડાઉન કરાતા કાપડ ઈન્ડસ્ટ્રીએ લગ્નસરાં, રમજાન, નવરાત્રિ સહિતના વિવિધ તહેવારોની સિઝન થકી મળતો વેપાર ગુમાવવો પડ્યો હતો. જે અંદાજ પ્રમાણે 10,000 કરોડથી વધારાનો હોઈ છે. જોકે, દિવાળી પૂર્વે લોકલ માર્કેટની સાથો-સાથ ઉત્તર અને દક્ષિણ ભારતમાં સારો વેપાર નોંધાયો હતો. જોકે, તે વચ્ચે એમએમએફ સેક્ટરનું એક્સપોર્ટ હજુ પણ ડાઉન જ રહ્યું છે.આ અંગે એસઆરટીઈપીસી સ્થાનિક આગેવાનો જણાવે છે કે, મએમએફ(મેન મેઈડ ફાઈબર) સેગમેન્ટમાં સુરતનો હિસ્સો 40 ટકાનો છે. હાલ વૈશ્વિક માર્કેટમાં ગ્રોથ નોંધાયો નથી. પ્રોડક્શનની સ્થિતિ પહેલા સામાન્ય થાય પછી આપણે ગ્રોથનું વિચારી શકીયે.

એપ્રિલથીઓગસ્ટના એક્સપોર્ટની સરખામૢણી

કોમોડિટી20192020

ઘટાડાની ટકાવારી

ફાઈબર239.8195.3760.23 ટકા
યાર્ન745.75375.0749.71 ટકા
ફેબ્રિક્સ832.94423.8449.12 ટકા
મેઈડ અપ્સ631.38410.8133.89 ટકા

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો