કૃષિ એશિયા / એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઉત્પાદનોથી ખેડૂતને રૂપિયાને બદલે ડોલર કમાતો કરીશું: CM રૂપાણી

CM Rupani says Export oriented products should earn farmers a dollar instead of rupees

  • નવમી કૃષિ એશિયા પ્રદર્શન અને પરિષદ તથા 7માં ડેરી પશુધન અને મરઘાં પાલન એક્સ્પોનું ઉદઘાટન
  • જૈવિક ખેતી, ઝીરો બજેટ ફાર્મીંગ, ઓર્ગેનિક ખેતીના સમન્વયથી પાક ઉત્પાદન વધારવા માર્ગદર્શન આપ્યું

Divyabhaskar.com

Sep 06, 2019, 05:56 PM IST

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં નવમી કૃષિ એશિયા પ્રદર્શન અને પરિષદ તથા 7માં ડેરી પશુધન અને મરઘાં પાલન એક્સ્પોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. તેમાં સંબોધન કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઉત્પાદનોથી ખેડૂતને રૂપિયાને બદલે ડોલર કમાતો કરવાની અને વિકાસની હરણફાળની દિશામાં લઈ જવામાં આવશે.
બીકેમાં દાડમ, કચ્છમાં ખારેક અને આદિજાતિ વિસ્તારોમાં કાજુનું ઉત્પાદન
વિજય રૂપાણીએ કહ્યું કે, આ પ્રદર્શનીના માધ્યમથી કૃષિ અને સંલગ્ન સેવાઓની એક આખી વેલ્યુચેઇન ઊભી થઇ છે. કિસાન શકિતને એક્સપોર્ટ ઓરિએન્ટેડ વિશ્વના બજારોની જરૂરિયાતોને અનુરૂપ ફળફળાદિ-શાકભાજી જેવા પાક ઉત્પાદન માટે પ્રેરણા આપી હતી. બનાસકાંઠામાં દાડમ, કચ્છમાં ખારેક અને આદિજાતિ વિસ્તારોમાં કાજુના ઉત્પાદનથી આ વિસ્તારના કિસાનો સમૃધ્ધ થયા છે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઉત્પાદનોથી ખેડૂતને રૂપિયાને બદલે ડોલર કમાતો કરવાની અને વિકાસની હરણફાળની દિશામાં તેને લઇ જવાની મનસા વ્યક્ત કરી હતી.

ઉત્પાદન વધારવા માર્ગદર્શન
વિજય રૂપાણીએ કૃષિ સંસ્કૃતિને ઋષિ સંસ્કૃતિ ગણાવતાં જીવથી શિવ અને વ્યકિતથી સમષ્ટિના વિચારને કેન્દ્રમાં રાખીને જૈવિક ખેતી, ઝીરો બજેટ ફાર્મીંગ, ઓર્ગેનિક ખેતીના સમન્વય દ્વારા પાક ઉત્પાદન વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના બાવડામાં બળ પુરવાની નેમ અને 2022 સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂત-ગામડાંને ધ્યાને રાખીને કર્તવ્યરત છે.
નર્મદાનું પાણી કચ્છના ટપ્પર ડેમ સુધી પહોંચ્યું
મુખ્યમંત્રીએ ધરતીપુત્રોને સમયસર સારૂ બિયારણ, પાણી, વીજળી અને સારા ખેત ઓજારોથી સજ્જ કરી હરિતક્રાંતિ માટે પ્રેરિત કરવાના પગલાંઓની પણ છણાવટ કરી હતી. રૂપાણીએ નર્મદા ડેમનું પાણી છેક કચ્છના ટપ્પર ડેમ સહિત સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પહોંચાડીને કિસાનોને ત્રણ-ત્રણ પાક લેતા કર્યા છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
પાકોની ટેકાના ભાવે ખરીદી
મુખ્યમંત્રીએ સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, જળસંચય અભિયાન જેવા કિસાન હિતકારી કાર્યક્રમોથી હર હાથ કો કામ, હર ખેત કો પાની ની નેમ સાકાર કરી નવા વિચારો નવા ઉત્સાહથી પ્રેરિત ખેતીની દિશા અપનાવવા પણ કિસાન શકિતને અનુરોધ કર્યો હતો. ખેડૂતોને લંગડી વીજળીમાંથી મુકિત આપી જ્યોતિગ્રામ યોજના અને હવે સૂર્ય ઊર્જાથી પોતાના ખેતરમાં સૌર વીજળી પેદા કરી શકે તેવો ઊર્જાવાન કિસાન સરકારે બનાવ્યો છે તેમ ઉમેર્યુ હતું. રૂ. 9 હજાર કરોડથી વધુની કિંમતના પાકોની ટેકાના ભાવે ખરીદી સરકારે કરી છે તેની વિગતો આપતાં જણાવ્યું કે આ વર્ષે પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોની મહેનત એળે નહીં જવા દેવાય.

X
CM Rupani says Export oriented products should earn farmers a dollar instead of rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી