તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

છબરડા:અંગ્રેજીની એમ.ફિલ.ની પરીક્ષામાં એક્સપર્ટનો છબરડો, બે વિદ્યાર્થીને 150ને બદલે 200માંથી માર્કસ આપ્યા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા નિયામક આજે કુલપતિને કરશે રિપોર્ટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટ છેલ્લા દોઢેક વર્ષથી સાવ ખાડે ગયો છે. કેમ્પસ પર વિદ્યાર્થીઓની સલામતીના પ્રશ્નો, પરીક્ષામાં છબરડાં, પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં ગોટાળા, પરિણામમાં પણ છબરડાં સહિતના અનેક પ્રશ્નો લાંબા સમયથી વધી રહ્યા છે ત્યારે હવે અંગ્રેજી ભવનની એમ.ફિલ.ની પરીક્ષામાં નિષ્ણાતે વિદ્યાર્થીઓને 150ને બદલે 200 ગુણમાંથી માર્કસ આપી દેતા અનેક સવાલો ઉઠ્યા છે. સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ અંગ્રેજી ભવન તેના અધ્યાપકો વચ્ચે ચાલતા વિવાદથી તો પરેશાન છે જ પરંતુ હવે આ અધ્યાપકોના વિવાદનો ભોગ વિદ્યાર્થીઓ ગંભીર રીતે બની રહ્યા છે. તેને સમર્થન આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અંગ્રેજી ભવને એમ.ફિલ.માં ડેઝર્ટેશનની લીધેલી પરીક્ષામાં બોલાવેલા નિષ્ણાતે 150 માર્કસમાંથી વિદ્યાર્થીઓને ગુણ આપવાને બદલે 200માંથી ગુણ આપી દીધા બાદ પરિણામ પરીક્ષા વિભાગને મોકલી અપાયું છે. આ છબરડો ધ્યાનમાં આવતા પરીક્ષા વિભાગનો સ્ટાફ ચોંકી ઉઠયો હતો અને કુલપતિ તથા પીટીસીને જાણ કરી હતી.આ મુદ્દે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, એમ.ફિલ.ના બે વિદ્યાર્થીને 200 ગુણમાંથી માર્કસ આપવાનો ઇસ્યૂ બન્યો છે. જે મુદ્દે સોમવારે કુલપતિને રિપોર્ટ કરી દેવાશે. તેમજ આ છબરડો કરનારા અધ્યાપક સામે નિયમાનુસાર ઇડીઆઇસીમાં કાર્યવાહી કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો