ઈમરાન સંકટમાં / કરાંચીથી આઝાદી માર્ચ નિકળી, ફઝલુર રહેમાનીની આગેવાનીમાં ઈસ્લામાબાદ તરફ કૂચ

આઝાદી માર્ચને સંબોધિત કરી રહેલા નેતાઓ
આઝાદી માર્ચને સંબોધિત કરી રહેલા નેતાઓ

  • 5 દિવસ ચાલનારી આ રેલીમાં લાખો લોકો જોડાઇ રહ્યા છે
  • 31 ઓક્ટોબરે આઝાદી માર્ચ ઈસ્લામાબાદ પહોંચશે જ્યાં મહારેલીનું આયોજન છે
  • આર્મી અને સરકાર આ માર્ચને ઈસ્લામાબાદ આવવાથી રોકવાના પ્રયાસોમાં

Divyabhaskar.com

Oct 29, 2019, 04:44 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સત્તા નાજૂક સમયમાંથી પસાર થઇ રહી છે. ઈમરાનને સત્તા પરથી ઉતારવા માટે કટ્ટરપંથી સુન્ની નેતા ફઝલુર રહેમાન તેની પાર્ટી જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના લાખો સમર્થકો સાથે કરાચીથી આઝાદી માર્ચ લઇને નિકળી ચૂક્યો છે. વિપક્ષી પાર્ટીઓએ પણ આઝાદી માર્ચને સમર્થન આપ્યું છે. આ માર્ચથી ઈમરાનની સત્તા પર સંકટ આવી ચૂક્યું છે. ફઝલુર રહેમાન કોઇ પણ કિંમતે ઈમરાન સરકારનું રાજીનામું ઇચ્છે છે. કરાચીથી નિકળેલી આ રેલી 31 માર્ચે ઈસ્લામાબાદ પહોંચશે જ્યાં મહારેલી કરવામાં આવશે.

ઈસ્લામાબાદ તરફ વધી રહ્યો છે માનવ મહેરામણ
5 દિવસ ચાલનારી આ આઝાદી માર્ચનું ક્લાઇમેક્સ 31 ઓક્ટોબરના ઈસ્લામાદમાં થવાનું છે. કરાંચીમાં એલાન બાદ પાકિસ્તાનના અલગ અલગ શહેરોથી લોકો ઈસ્લામાબાદ તરફ વધી રહ્યા છે. ક્વેટા, ખૈબર પખ્તૂન્ખ્વા, રાવલપિંડી, પેશાવરથી થઇને આ માર્ચ ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહી છે. આ માર્ચમાં મદરેસા, સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તેમના સિવાય રાજકીય પાર્ટીઓના જૂથો જેમાં પાકિસ્તાન પિપલ્સ પાર્ટી, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ, આવામી નેશનલ પાર્ટી અને અન્ય નાની મોટી પાર્ટીઓ પણ ઈમરાન વિરુદ્ધ એકજૂટ થઇ ગઇ છે. રવિવારે કરાંચીમાં આ પાર્ટીઓએ એક મોટી રેલી આયોજિત કરી હતી. તેમાં નેતાઓએ ઈમરાન ખાન વિરુદ્ધ ભાષણો આપ્યા હતા. આ રેલી કરાંચીના શોહરાબ ગોથ વિસ્તારથી શરુ થઇ હતી.

JUI-F નેતા ફઝલુર રહેમાન, પીપીપી નેતા રઝા રબ્બાની, સઈદ ગની, પીએમએલ-એન નેતા મોહમ્મદ ઝુબેર, નિહાલ હાશમી, એએનપીના શાહી સૈયદ અને અન્ય નેતાઓ કન્ટેનર પર સવાર હતા. આ કાફલો ગુરુવારે ઈસ્લામાબાદ પહોંચશે.

ઈમરાનને રાજીનામું આપવું પડશે- ફઝલુર
કરાંચીમા એક રેલીને સંબોધિત કરતા ફઝલુર રહેમાને કહ્યું કે વિપક્ષે વાતચીત કરતી ટીમની દરેક માંગને ફગાવી દીધી છે. પીટીઆઇએ આ ટીમ મોકલી હતી. હવે તેઓ કોર્ટના નિર્ણય પ્રમાણે ધરણા આપશે. રહેમાને કહ્યું, ''પ્રધાનમંત્રી ઈમરાન ખાનને રાજીનામું આપવું પડશે. કરાંચીમાં હજારો લોકો એકઠા થયા છે. જ્યારે દેશભરમાંથી લોકો ઈસ્લામાબાદ પહોંચશે તો સરકાર શું કરશે. હું ઈસ્લામાબાદમાં ભવિષ્યના ઘટનાક્રમની જાહેરાત કરીશ.'' રહેમાને કહ્યું કે તે સકારાત્મક રાજનીતિનું સમર્થન કરે છે અને આખું જીવન દેશના બંધારણની નિષ્ઠામાં વિતાવ્યું છે. તેના બદલામાં અમે કટ્ટરવાદનો સામનો કર્યો છે.

X
આઝાદી માર્ચને સંબોધિત કરી રહેલા નેતાઓઆઝાદી માર્ચને સંબોધિત કરી રહેલા નેતાઓ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી