તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાની:26/11 જેવા હુમલા ટાળવા ચાર દેશની નૌસેનાની સમુદ્રમાં કવાયત

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાની નૌસેના દ્વારા કવાયત સંપન્ન

મુંબઈમાં થયેલા 26/11 જેવા હુમલાઓ ભવિષ્યમાં ટાળવા માટે ભારત સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની નૌસેના દ્વારા અરબી સમુદ્રમાં ઊંડાણમાં સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી હતી. ભવિષ્યમાં દેશના કોઈ પણ દરિયાકાંઠે આવો હુમલો નહીં થાય તે માટે સાવધાની રાખવા આ કવાયતનું આયોજન કરાયું હતું.ભારતીય નૌસેનાના મુંબઈમાં મુખ્યાલય વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં અત્યાધુનિક અને પ્રબળ યુદ્ધજહાજો આ કવાયતમાં સહભાગી થયાં હતાં. આ સર્વ જહાજોએ સમુદ્રમાં દબદબો નિર્માણ કરવો, યુદ્ધજન્ય સ્થિતિમાં સમુદ્રિ બચાવકાર્ય કરવું વગેરે કવાયતો કરી હતી. કવાયતના છેલ્લા દિવસે સમુદ્રમાંથી આતંકવાદી હુમલો થાય તો તેને કઈ રીતે ખાળવ તેની પર ભાર અપાયો હતો.આખરી દિવસે યુદ્ધજહાજમાંથી પ્રત્યક્ષ ગોળીબારીની કવાયત કરાઈ હતી.

સમુદ્રમાંથી આતંકવાદી હુમલો થવા પર અને દુશ્મન દેશ પાસેથી યુદ્ધિ જેવી સ્થિતિ નિર્માણ કરવામાં આવે તો તેનો સામનો કરવા સંબંધી પશ્ચિમી યુદ્ધપદ્ધતિનો બોધ ભારતીય નૌસેનાએ લીધો હતો. તે દ્વારા ભારતીય નૌસેનાએ 26/11 જેવા હુમલા ફરીથી નહીં થાય તે માટે જોરદાર કવાયત કરી હતી.ભારતીય નૌસેનાના કાફલામાં આઈએનએસ વિક્રમાદિત્ય વિમાનવાહક જહાજ સાથે આઈએનએસ દિલ્હી, આઈએનએસ ચેન્નાઈ જેવી વિનાશિકા અને ફ્રિગેટ અને આઈએનએસ ખાંદેરી જેવી સબમરીને પણ કવાયતમાં ભાગ લીધો હતો. આ જ રીતે અમેરિકન નૌસેનાના યુએસએસ નિમિત્ઝ વિમાનવાહક યુદ્ધજહાજે કવાયતમાં ભાગ લીધો હતો.મલબાર સંયુકત કવાયત 1992થી કરવામાં આવે છે. 2006 સુધી આ કવાયત ફક્ત ભારત અને અમેરિકા વચ્ચે થતી હતી. 2006માં તેમાં જાપાન પણ સામે થયું, જ્યારે 2015થી દર વર્ષે એક નવા નૌસેના ભાગ લે છે. તે મુજબ આ વખતે ઓસ્ટ્રેલિયા પણ જોડાયું હતું. આ કવાયતનો પ્રથમ તબક્કો નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં અને બીજો તબક્કો અરબી સમુદ્રમાં પાર પડ્યો.

અરબી સમુદ્રમાં દબદબો : દુનિયાનું 70 ટકા અને ચીનનું 90 ટકા વેપારી પરિવહન અરબી સમુદ્રમાંથી થાય છે. આથી અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાનો દબદબો અને ચુસ્ત દેખરેખ હોવાનું અત્યંત જરૂરી છે. આ માટે જ આઈએનએસ વિક્રમાદિત્યના સંપૂર્ણ યુદ્ધજહાજોના જૂથે કવાયતમાં ભાગ લીધો હતો. અબી સમુદ્રમાં બધી કવાયતોનું નેતૃત્વ વેસ્ટર્ન નેવલ કમાન્ડ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો