તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:નોન યૂઝ તરીકેનો ટેક્સ ભરવા માટે હજુ 25 તારીખ સુધી છૂટ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RTOમાં માત્ર 110 બસ નોન યૂઝ તરીકે મુકાઇ

કોરોના દરમિયાન લોકડાઉન અને અનલોકમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી ટેક્સ માફી પરત ખેંચવામાં આવતાં હવે નોન યૂઝ વાહનો માટે ફરજિયાત ટેક્સ ભરવો પડશે. શહેરમાં શનિવાર સુધીમાં માત્ર 110 બસ નોન યૂઝ તરીકે મૂકાઈ છે.વડોદરા આરટીઓમાં 650 જેટલી રજિસ્ટર બસ કાર્યરત છે ત્યારે કોરોના મહામારીની મંદીમાં બસને વપરાશ વગરની જાહેર કરી તેનો ટેક્સ ભરવામાં આવનાર છે.

નોન યૂઝ બસનો અંદાજે રૂપિયા 21 હજાર જેટલો ટેક્સ આરટીઓમાં ભરવાનો થતો હોય છે ત્યારે સરકારને રૂપિયા 23 લાખ જેટલી આવક થશે. અગાઉ સામાન્ય દિવસોમાં નોન યૂઝ બસ એકથી સાત તારીખ સુધીમાં જ મૂકી શકાતી હતી, પરંતુ હાલ સરકાર દ્વારા 19 તારીખ સુધીમાં નોન યૂઝ જાહેર કરવાની મુદત વધારી છે, તે અંગેનો ટેક્સ ભરવા માટે 25 તારીખ સુધી છૂટ આપવામાં આવી છે. રાજ્યના ટ્રાવેલ્સ એસોસિયેશનના અગ્રણી રાજેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શહેરમાં મોટાભાગની બસ કંપનીના કર્મીઓને લાવવા-મૂકવા માટે વપરાતી હોય છે. 110 બસ એ ટુર ઓપરેટરો દ્વારા મૂકાઈ હશે જે દિવાળીમાં ટુર ઉપાડવાના નથી. તેવા લોકોએ બસને નોન યૂઝ તરીકે જાહેર કરી હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો