તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધો.8ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મેરિટ સ્કોલરશિપની 28 ફેબ્રુઆરીએ પરીક્ષા

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીની વાર્ષિક આવક દોઢ લાખથી વધુ ન હોવી જોઇએ
  • 19 ડિસેમ્બર સુધી ઓનલાઇન આવેદનપત્ર ભરી શકાશે
  • કુલ 180 મિનિટમાં 180 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે

રાજયમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધો.12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના એમએચઆરડી વિભાગ દ્વારા અમલમાં છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.28 ફેબ્રુઆરી,2021ને રવિવારે શિષ્યવૃતિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા પરીક્ષા યોજવામાં આવશે.

આ પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા.19 નવેમ્બરથી તા.19 ડિસેમ્બર દરમિયાન ભરવાના રહેશે. આ પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી નિયત ક્વોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને દર મહિને રૂ.1,000 લેખે વાર્ષિક રૂ.12,000 મુજબ ચાર વર્ષ સુધી શિષ્યવૃતિ મળવાપાત્ર ગણાશે. અનૂ.જાતિ/જનજાતિના છાત્રો માટે 50 ટકા ગુણ કે ગ્રેડ જરૂરી છે. ઉમેદવારના વાલીની વાર્ષિક આવક રૂ.1,50,000થી વધુ હોવી જોઇએ નહી.

આ કસોટી બે ભાગમાં લેવામાં આવશે જેમાં 90 પ્રશ્નો બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં પૂછાશે તેમાં 90 ગુણ અને 90 મિનિટનો સમય મળશે. આવી જ રીતે શૈક્ષણિક યોગ્યતા કસોટી પણ 90 માર્કની હશે તેમાં 90 પ્રશ્નો અને તે માટે 90 મિનિટ મળશે. આ કસોટીના પ્રશ્નો માટે ધો.7 અને ધો.8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો