નડિયાદ / ખેડા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દર બે દિવસે એક નવજાત બાળક જીવ ગુમાવે છે !

Every two days, a newborn baby loses life in a government hospital in Kheda district!

  • ખેડા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દર બે દિવસે એક નવજાત બાળક જીવ ગુમાવે છે !

Divyabhaskar.com

Jan 24, 2020, 08:09 AM IST
નડિયાદઃ બાળમૃત્યુના પગલે સંકલન સમિતિમાં કપડવંજ ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં તંત્રએ આપેલા જવાબથી આરોગ્ય વિભાગની પોલ ખુલી પડી હતી. તંત્રએ આપેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં 397 જેટલા બાળકોના મૃત્યુ થયાં છે. એટલે કે દર બે દિવસે એક બાળક જીવ ગુમાવે છે.ખેડા જિલ્લામાં પણ જો સરવૈયું કાઢીએ તો દર બે દિવસે એક નવજાત શીશુ મૃત્યુ પામે છે. જિલ્લા તંત્ર તો સબ સલામતની બૂમો પાડતું હતું, પરંતુ સંકલન સમિતિની બેઠકમાં કપડવંજના ધારાસભ્ય દ્વારા કેટલાક સટિક સવાલો પૂછાતાં આરોગ્ય તંત્રને હકીકત સ્વીકાર્યા વગર છૂટકો ન હતો. તંત્રએ 397 બાળકોના મૃત્યુનો સ્વીકાર કર્યો હતો. આ બાબતને લઇને પણ રાજનિતી ગરમાઇ છે. જિલ્લામાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 121, ખેડા સિવિલમાં 10 અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની હોસ્પિટલમાં 266 બાળકોના મોત થયાં છે. આ આંકડો ચોંકાવનારો છે.
લાખોનો ખર્ચ માત્ર કાગળ પર જ રહ્યો
ખેડા જિલ્લામાં બાળમૃત્યુ દર ખૂબ જ ભયંકર પ્રમાણમાં વધ્યો છે. જોકે, સરકાર દ્વારા જેએસએસકે, એનબીએસયુ જેવી યોજના અંતર્ગત ગ્રાન્ટ આપવામાં આવે છે. જેમાં ખેડા સિવિલને બે વર્ષમાં 4,34,304 રકમ ફાળવવામાં આવી છે. તેવી જ રીતે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગને રૂ.2,94,36,759ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે, તેમાંથી ઘણો ખરો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાં બાળ મૃત્યુ દર ઘટવાના બદલે વધ્યો છે.
બાળકોને લગતી મહત્વની જગ્યા ખાલી
ખેડા જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારને લઇને મહત્વની જગ્યા ખાલી છે. જેમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બે બાળ રોગ નિષ્ણાંતની જગ્યા મંજુર કરવામાં આવી છે. જેમાં એક જગ્યા 30મી ઓગષ્ટ,2013થી ખાલી છે. તેવી જ રીતે ખેડા સિવિલમાં ગાયનેકની ચારેય જગ્યા ખાલી છે. જ્યારે પીડીયાટ્રીકની બેમાંથી એક જગ્યા ખાલી છે.
X
Every two days, a newborn baby loses life in a government hospital in Kheda district!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી