તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિની ઊજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ:રોજ એક બ્લોકના રહીશો ચોરસખાનામાં ઊભા રહી આરતી ઉતારે, બીજા ફ્લેટમાંથી દર્શન કરે

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારે કોરોના સંક્રમણને લઇ નવરાત્રિના ગરબા પર પ્રતિબંધ મૂકી આરતી માટે એક કલાકનો સમય આપ્યો છે. ત્યારે મહેસાણાના વાઇડ એન્ગલ સામે આવેલા હિમાલયા રોયલ ફ્લેટના રહીશોએ દરેક પરિવારને નવરાત્રિનો લાભ મળે તેવું આયોજન ગોઠવ્યું છે. કોમન પ્લોટમાં માતાજીની સ્થાપના કરી ચોરસખાના કરાયાં છે. પ્રથમ દિવસે પ્રથમ બ્લોકના કુલ 40 ફ્લેટમાંથી એક-એક વ્યક્તિએ ખાનામાં ઊભા રહી માતાજીની આરતી ઉતારી હતી.

નવરાત્રિના નવે દિવસ એક પછી એક બ્લોકના રહીશોને આરતીનો લાભ મળશે. જ્યારે એક બ્લોકના રહીશો માતાજીની આરતી ઉતારે ત્યારે બાકીના રહીશો તેમના ફ્લેટથી આરતી અને દર્શનનો લાભ લે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો