તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વનવિભાગ:આખરે અંધાત્રીમાં દીપડાને પુરવા પાંજરૂ મુકાયું

વાલોડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર દીપડો દેખાયા બાદ પણ પાંજરૂ ન મુકાતા લોકોની ચિંતા વધી હતી

વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામે દીપડો વારંવાર દેખાતાં સરપંચ દ્વારા વનવિભાગને લેખિતમાં અઠવાડિયા અગાઉથી જાણ કરી હોવા છતાં વનવિભાગ દ્વારા પાંજરું મુકવામા આવ્યું ન હતું જે અંગેના સમાચાર દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થતા આખરે પાંજરું મુકવામાં આવ્યું હતું.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે છેલ્લાં કેટલાંક દિવસોથી દીપડો આંટા ફેરા મારી રહ્યો હોવાથી ગામમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો, ડાંગરની સીઝન હોવાથી લોકો ડાંગર કાપણીથી લઇ ડાંગરના પુળીયા ઝુડવા કે પવન આપવા માટે દિવસ રાત એક કરી રહયા હોય અને તેમાં ખેતરોમાં દીપડો દેખાતા લોકો ઘરની બહાર નીકળતા ગભરાતા હતા, જેથી ખેડૂતો દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે માંગો કરવામાં આવતા અંધાત્રી સરપંચ રાજુભાઈ પટેલે અઠવાડિયા અગાઉ તા. 9 મીના રોજ વાલોડ વન વિભાગને લેખિતમાં જાણ કરી દીપડાને પાંજરે પુરવા પાંજરૂ મુકવા માટે અરજ કરી હતી, એક અઠવડિયાથી વન વિભાગને જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતાં દિવ્યભાસ્કરમાં આ અંગે સમાચાર પ્રકાશિત થતાં વાલોડ વન વિભાગ દ્વારા તાત્કાલિક આજે સાંજના અરસામાં ગામિત ફળીયામાં શિતલભાઈ નટુભાઈ ગણિતના ખેતરમાં પાંજરૂ મુકવામાં આવતા ગ્રામજનો અને ખાસ કરીને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો