તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Even With The Construction Of The New Stone Ram Temple Can Be Completed In 2 Years, Ramlala Will Remain In A Temple Made Of Wood And Bulletproof Glass.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા પથ્થરોમાંથી પણ 2 વર્ષમાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ શકે છે, ત્યાં સુધી રામલલા લાકડા અને બુલેટપ્રુફ કાચમાંથી તૈયાર થયેલા મંદિરમાં રહેશે

એક વર્ષ પહેલાલેખક: વિજય ઉપાધ્યાય
  • કૉપી લિંક
  • મંદિર વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મોડેલ પર તૈયાર થયેલા નવા મોડેલ અંગે ટ્રસ્ટ નિર્ણય લેશે
  • VHPનો દાવો-નવા મોડેલ પર નિર્ણય કાર્ય થાય તો મંદિર પૂરું કરવામાં 25 વર્ષનો સમય લાગશે

લખનઉઃ અયોધ્યામાં 2 એપ્રિલ ચૈત્ર રામનવમીથી મંદિર નિર્માણનું કાર્ય શરૂ થઈ શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ વિકાસ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે મંદિર કયા મોડેલ પર તૈયાર થશે? શું તે વિશ્વ હિન્દુ પરિષદના વર્ષ 1987ના મોડેલ પ્રમાણે કોતરવામાં આવેલા પથ્થરથી તૈયાર થશે કે પછી નવા મોડેલ પ્રમાણે નવા પથ્થરથી તૈયાર થશે, આ અંગે નિર્ણય બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા લેવામાં આવશે. આગામી સપ્તાહે આ  અંગે બેઠક યોજાઈ શકે છે. અયોધ્યામાં મંદિર નિર્માણની કામગીરી શરૂ થતા જ 27 વર્ષથી ત્યાં એક ટેન્ટ (તંબુ)માં બિરાજમાન રામલલા ક્યાં બિરાજશે તે અંગે પણ નિર્ણય લેવાશે. અયોધ્યા બાબત સાથે સંકડાયેલા ગૃહ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રામલલા માટે લાકડા અને કાચનું એક અસ્થાયી મંદિર દિલ્હીમાં તૈયાર થઈ રહ્યું છે. તેની ચાર બાજુ બુલેટપ્રુફ કાંચ લગાવવામાં આવ્યા છે. તમામ મૌસમમાં તે અનુકૂળતા ધરાવશે.


વિશ્વ હિન્દુ પરિષદના મોડેલ પ્રમાણે રામ મંદિર 106 સ્તંભો પર બે માળનું હશે. તેના માટે 60થી 70 ટકા પથ્થરની કોતરણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપતરાય બંસલનું માનવું છે કે વિશ્વ હિન્દુ પરિષદના મોડેલને બદલે નવા મોડેલથી મંદિર તૈયાર થાય તો તે પૂર્ણ કરવામાં 25 વર્ષનો સમય લાગી શકે છે. મંદિરના નિર્માણને લઈ વિશ્વ હિન્દુ પરિષદના મોડેલ અને નવા મોડેલના સમર્થન તથા વિરોધમાં અલગ-અલગ તર્ક રજૂ કરવામાં આવી રહ્યા છે. VHPના મોડેલ  અને તે પ્રમાણે કોતરણી કરવામાં આવેલા પથ્થરો અંગે નિષ્ણાતોનું કહેવું છેકે મંદિર નિર્માણને લઈ સૌથી ખાસ અને ભવ્ય મોડેલ નથી. તે માટે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. 

માયાવતીએ ચાર વર્ષમાં આંબેડર અને કાંશીરામ સ્મારક તૈયાર કરી દીધા હતા
આર્કિટેક્ટ સુધીર શ્રીવાસ્તવ પથ્થરોના વિશાળ મંદિર તૈયાર કરવામાં લાગનારા સમયનું ખાસ રીતે મૂલ્યાંકન કરે છે. તેઓ કહે છે કે રામ મંદિર નિર્માણમાં વધારે સમય નહીં લાગે. તેનો અંદાજ લખનઉના આંબેડકર અને કાંશીરામ સ્મારકો જોઈને લગાવી શકાય છે. માયાવતીની સરકારનો સમય 2007થી 2012 વચ્ચે આ પથ્થરોથી સ્મારકો તૈયાર થયા હતા. રામ મંદિરને કેટલું ભવ્ય બનાવવું તે અંગે નિર્ણય લેવામાં આવશે, તેમાં બે વર્ષથી વધારે સમય નહીં લાગે. પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વ ધરાવતી જગ્યાને સંરક્ષિત કરવાના નિષ્ણાતો નિતિન કોહલીએ કહ્યું હતું કે પથ્થરોની કોતરણીની કામગીરી કોમ્પ્યુટરથી વધારે સારી રીતે અને વધારે ઝડપથી કરી શકાય છે. થ્રીડી કાર્વિંગમાં કામગીરીની જરૂર પડશે, પણ તેમા પણ વધારે સમય નહીં લાગે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser