તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માહિતી:લોકડાઉનમાં પણ મેયર, ડે. મેયર અને ચેરમેનની ગાડીઓ વિવિધ સ્થળોએ ફરી હોવાનો ખુલાસો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઇનથી અનલોક સુધી ગાડીઓના વપરાશ અંગે RTIમાં માહિતી મગાઈ

કોરોના વાઇરસ ફેલાયો ત્યારથી લોકડાઉન શરૂ થયું અને અનલોક થયું તે મહિનાઓ દરમિયાન વડોદરા મહાનગર પાલિકાના મેયર,ડે.મેયર ચેરમેન અને વિપક્ષના નેતા દ્વારા શહેરના નાગરિકોના વેરામાંથી લાવેલી ગાડીઓ અને નાગરિકોના વેરામાંથી પુરાવેલ ડીઝલનો ઉપયોગ કરી કોરોના મહામારીના લોકડાઉન માં ગાડીઓ ક્યાં ક્યાં ફરાવી તેની માહિતી આરટીઆઇમાં બહાર આવી છેઆરટીઆઇમાં માગેલી લોગબુકની માહિતીના આધારે સામાજિક કાર્યકર અતુલ ગામેચી જણાવ્યું હતું કે મેયરની ગાડી પણ વિવિધ જગ્યાએ ફરી છે, પરંતુ ખુલાસામાં માત્ર મેયરના કામ માટે એવું જણાવવામાં આવ્યું છે.

ડેપ્યુટી મેયરની ગાડી નડિયાદ, ભરૂચ, આણંદ, ચાણસદ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, સુરત, કલોલ, કાંકરિયા ગઈ હોવાનું બહાર આવ્યું છે. ચેરમેનની ગાડીનો દરરોજ વપરાશ થતો હતો. તેઓ પણ ગાંધીનગર કમલમ વિઝીટ મારી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વિરોધપક્ષના નેતા ગાડીનો પણ દરરોજ ઉપયોગ થતો હતો, પરંતુ તેમનું મીટર રીડિંગ બંધ બતાવ્યું હતું. બે મહિનાનો ગાડીનો વપરાશ ક્યાં કર્યો તેના કોઈ આધાર પુરાવા નથી. વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, એક બાજુ કોરોનામાં જનતા ઘરની બહાર નીકળતી ન હતી, જનતાને મળવા ગયા ન હતા. જનતાનો ભાવ પણ પૂછવા ગયા ન હતા ત્યારે બીજી બાજુ આ બાબુઓ જનતાનાં નાણાંની ગાડીઓ લઈ ફરવા નીકળી પડ્યા હતા. જનતાના નાણાંથી લાવેલી ગાડીઓ નેતાઓનું કામ પૂર્ણ થઈ ગયા પછી વ્હીકલ પુલમાં મૂકી દેવાની હોય છે, પરંતુ આ ગાડીઓ આ રાજકારણીઓ પોતાની માલિકીની હોય તેમ પોતાના ઘરે લઈ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો