તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ત્રાસ:રૂા.32 લાખનો ખર્ચો કરાવ્યા બાદ પણ ટ્રાન્સપોર્ટર પતિનો પરિણીતા પર ત્રાસ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયા રોડના સાસરિયાં સામે પરિણીતાની ફરિયાદ
  • પિયર પક્ષે શુભ પ્રસંગોએ ખર્ચ કર્યો છતાં વધુ દહેજની માગણી : બાળકોના અપહરણની પણ ધમકી આપી

શહેરના છાણી વિસ્તારમાં રહેતી પરિણીતાના પિયર પક્ષે તમામ શુભ પ્રસંગો મળી રૂ. 32 લાખ જેટલો ખર્ચ કર્યા બાદ પણ વાઘોડિયા રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી અને તેના પરીવાર દ્વારા વધુ દહેજની માગણી કરવા સાથે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેને પગલે પરિણીતા દ્વારા સાસરિયાઓ સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર શહેરના છાણી વિસ્તારમાં પોતાના પિયરમાં રહેતી પરિણીતાએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2013માં તેઓના લગ્ન વાઘોડિયા રોડ પર આવેલી પણ વિહાર સોસાયટીમાં રહેતા રણછોડસિંગ પડા સાથે થયા હતા. આ લગ્નમાં દાગીના, જમણ, ભેટ-સોગાદો સહિત તમામ ખર્ચ રૂપિયા 17.50 લાખ તેમના પિતાએ ભોગવ્યો હતો. તદુપરાંત સગાઈમાં કપડા અને દાગીના મળી કુલ 1,10,000 તેમજ સગુન વખતે પતિને એક કાર અને સાસરિયાઓને સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 9 લાખ ઉપરાંતની કિંમતનો ખર્ચ તેમના પિતા દ્વારા કરવામાં આવ્યો હતો. રિસેપ્શનમાં પણ સોનાના દાગીના આપ્યા હતા.

જોકે લગ્ન એક કરોડનું કરિયાવર મળે તેવી મહેચ્છા રાખતા પતિ, સાસુ, સસરા અને દિયરે કરિયાવર ઓછું મળ્યું છે તેમ જણાવી પરિણીતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરિણીતાને વર્ષ 2015માં પુત્રીના જન્મનો સંપૂર્ણ ખર્ચ તેમજ પુત્રીને આપેલા સોનાના દાગીના મળી કુલ રૂ. 2.93 લાખનો ખર્ચ પરિણીતાના પિતાએ આપ્યો હતો. વર્ષ 2016માં પતિ રણજોધસિંગ પડાના અન્ય ડાયવોર્સી મહિલા સાથે સંબંધ હોવાની જાણ થઈ હતી અને તેના માટે પતિ અમદાવાદ રહેવા લાગ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017માં પુત્રનો જન્મ થયો હતો અને તેનામાં પણ ભેટ-સોગાદો પણ પરિણીતાના પિતાએ આપી હતી. આમ, અંદાજિત રૂ. 32 લાખનો ખર્ચ કરવા છતાં પરિણીતાના પિયરમાંથી દહેજ લાવવાની માગ કરી તેણીને બે બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. તદુપરાંત તાજેતરમાં પતિ અને દિયરે બાળકોનું અપહરણ કરી જવાની ધમકી આપતાં ગભરાઈ ગયેલી પરિણીતા દ્વારા પતિ, સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો