અમદાવાદ / રાજદ્રોહ કેસ, જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા હાર્દિક પટેલની સેશન્સ કોર્ટમાં જામીન અરજી

હાર્દિક પટેલઃ તસવીર સૌજન્ય ફેસબૂક
હાર્દિક પટેલઃ તસવીર સૌજન્ય ફેસબૂક

Divyabhaskar.com

Jan 20, 2020, 05:47 PM IST

અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાયદાકીય કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાંખી મુદતમાં હાજર ન રહેતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ પકડ વોરંટ કાઢ્યું હતું. ત્યાર બાદ શનિવારની રાત્રે સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. આ મામલે હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. આ મામલે સેશન્સ કોર્ટ આવતીકાલે(મંગળવાર) સુનાવણી હાથ ધરશે.

શું છે સમગ્ર કેસ
વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઇ રહ્યો છે.

X
હાર્દિક પટેલઃ તસવીર સૌજન્ય ફેસબૂકહાર્દિક પટેલઃ તસવીર સૌજન્ય ફેસબૂક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી