મુસીબતમાં મદદનો હાથ / અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે વ્યંડળ સમુદાયે પણ ગરીબો-જરૂરિયાતમંદો માટે ભોજન-સીધુ-સામાનની વ્યવસ્થા કરી

X

  • દિલ્હી દરવાજા વિસ્તારમાં રહેતા નીતુ દે પાવૈયાએ કોરોના સામેની લડાઈમાં ગરીબોને સહાયતા શરૂ કરી
  • વોટ્સએપ પર વીડિયો બનાવીને પૈસાવાળા લોકોને પણ ગરીબોની મદદે આવવાની હાકલ કરી

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 04:11 PM IST

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં આને લીધે અનેક ગરીબ પરિવારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. રોજ કમાઇને જીવન નિર્વાહ કરનારા પરિવારોને એક ટાઇમ જમવાના પણ ફાંફા પડી રહ્યાં છે. બીજીતરફ કોઈ વાહન કે સાધન ન મળે તો શ્રમિકો પગપાળા વતન પરત ફરી રહ્યાં છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓએ પોતાની રીતે ફૂડ-પેકેટ મોકલવાનું શરૂ કર્યું છે. આવામાં હવે વ્યંડળ સમુદાય પણ લોકોની વ્હારે થયો છે. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં રહેતા નીતુ દે સોનિયા દે પાવૈયા નામના વ્યંડળે ગરીબ પરિવારો માટે સીધુ-સામાન મોકલવા ઉપરાંત તેમને મસ્કાબન તૈયાર કરીને વહેંચવાનું શરૂ કર્યું છે. સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા નીતુ દે પાવૈયાએ સમાજના શ્રીમંત લોકોને પણ આ રીતે ગરીબોને બનતી મદદ કરવાની હાકલ કરી છે. 

નીતુ દે પાવૈયાની અપીલ તેમના જ મુખે..

‘‘મારું નામ નીતુ દે સોનિયા દે પાવૈયા છે. હું અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં રહું છું. મેં આ મુસીબતની સ્થિતિમાં ગરીબ અને રોજગાર વિહોણા લોકો માટે સીધું-સામાન તથા તૈયાર ફૂડપેકેટ મોકલીને તેનો વોટ્સએપ પર વીડિયો બનાવ્યો છે. આ વીડિયો બનાવવા પાછળનો મારો હેતુ એટલો જ છે કે અત્યારે આ મુસીબતની ઘડી છે. મારું જોઈને કદાચ પૈસાવાળા લોકો પણ ગરીબોનો વિચાર કરે અને તેમના માટે જમવાની વ્યવસ્થા કરે એટલું જ મારું કહેવું છે.’’ દરરોજે સાંજે નીતુ દે ખિચડી અને અન્ય નાસ્તો બનાવીને ગરીબોને આપી રહ્યા છે. નીતુ દેની આ સેવામાં તેમની સાથે અન્ય વ્યંડળ પણ જોડાયા છે. આ કપરા સમયમાં તેઓ બનતી તમામ મદદ કરવા આગળ આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી