તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઈરોઝ નાઉએ બે મહિના મફત સબસ્ક્રિપ્શનની ઓફર કરી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કોરોનાવાઈરસ લોકડાઉનને કારણે સ્ટ્રીમિંગ વેબસાઈટ ઈરોઝ નાઉએ ચાહકો માટે બે મહિના સુધી મફત સબસ્ક્રિપ્શનની જાહેરાત કરી છે. ઈરોઝે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરી હતી. 
ઈરોઝે ‘મનમર્ઝિયા’ની એક ક્લિપ શૅર કરી હતી, જેમાં વિકી કૌશલ તથા તાપસી પન્નુ જોવા મળે છે. તાપસી પન્નુ એક્ટર વિકી કૌશલને ધમકાવતી હોય છે અને કહેતી હોય છે, જ્યારે તમારો પરિવાર તમને માસ્ક લાવવાનું કહે ત્યારે તમે ભૂલથી બ્યૂટી માસ્ક લઈને આવી જાઓ છો. 

ઈરોઝે આ ક્લિપ શૅર કરીને કહ્યું હતું, વિકી જેવા ના બનશો. પરિવાર સાથે ક્વોરન્ટાઈન ટાઈમ સ્પેન્ડ કરો. અમે 2 મહિનાનું સબસ્ક્રિપ્શન આપીએ છીએ. સ્ટે સેફનો કોડ યુઝ કરો અને તમારી ફેવરિટ ફિલ્મ તથા શોને માણો. ઉલ્લેખનીય છે કે ઈરોઝ નાઉ પર ‘બાજીરાવ મસ્તાની’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’, ‘હેપી ફિર જાયેંગી’ સહિતની ફિલ્મ્સ છે. જૂની ફિલ્મની વાત કરવામાં આવે તો ‘ઓમકારા’, ‘પાર્ટનર’, ‘ક્રિશ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી મૂવી ઉપ્લબ્ધ છે.  નોંધનીય છે કે વિશ્વભરના ઘણાં દેશોએ લોકડાઉન કર્યું છે. જેને કારણે સ્ટૂડિયો વિવિધ પગલાં લઈ રહ્યાં છે. યુનિવર્સિલ પિક્ચર્સે હાલમાં જ કહ્યું હતું કે તેઓ હાલની તથા અપકમિંગ ફિલ્મ્સને ઓન ડિમાન્ડ ભાડે આપશે. 48 કલાકનું ભાડું 19.99 ડોલર (અંદાજે 1484 રૂ.) છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો