હેર સ્ટાઇલ / આ નવરાત્રી ખુલીને એન્જોય કરો દાંડિયા તમારા સ્ટાઈલિશ વાળ સાથે

Enjoy Dandiya with your stylish hair this Navratri

Divyabhaskar.com

Oct 03, 2019, 04:41 PM IST

જ્યારે વાત નવરાત્રીની હોય ત્યારે મહિલાઓ એવું ઈચ્છે છે કે દાંડિયા નાઈટ્સ પર તેમના વાળા સરસ અને અને સ્ટાઈલિશ હોય. આવામાં હેર સ્ટાઇલ બનાવવી તો સરળ હોય છે પરંતુ ઘણીવાર સ્તાઈલિંગના ચક્કરમાં વાળ ફ્રિઝી, ડ્રાય અને ડેમેજ થઇ જાય છે. આ સાથે જ સતત સ્ટાઇલિંગને કારણે વાળ તૂટીને ખરવા પણ લાગે છે.આવામાં જો તમે તમારા વાળને લઈને ચિંતિત છો અને નવી હેર સ્ટાઇલ કરવાથી ડરો છો તો આજે અમે તમને બતાવીશું કે કઈ રીતે તમે આ તહેવારની સીઝનમાં વાળની કેર કરવાની સાથે સ્ટાઇલિંગ પણ કરી શકો છો.

વાળ ડ્રાય થવાનું કારણ
નવરાત્રીના સમયે દાંડિયાનો ક્રેઝ લોકોમાં ખાસ જોવા મળે છે તે દરમ્યાન મહિલાઓ સુંદર લાગવા વિવિધ પ્રકારના મેકઅપ અને હેર સ્ટાઇલ પણ ટ્રાય કરતી રહે છે. આવામાં વાળનો લુક બદલવા માટે ઘણી મહિલાઓ હેર સ્ટાઇલિંગ મશીનનો ઉપયોગ પણ કરે છે. જેને કારણે વાળ રુક્ષ અને બેજાન થઇ જાય છે અને તેની નેચરલ બ્યુટી ધીરે-ધીરે ઘટવા લાગે છે.

વાળને સૂકવવા માટે અને સ્ટાઈલ કરવા માટે મહિલાઓ મોટે ભાગે હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે પરંતુ, હેર ડ્રાયરનો વધારે ઉપયોગ કરવાથી ગરમ હવા વાળને રુક્ષ અને ડેડ બનાવે છે. કેટલીક વખત વાળને સ્ટ્રેઇટ કરતી વખતે તેની શાઇન અને મોઈશ્ચર દૂર થઇ જાય છે. તેનાથી સ્પ્લિટ એન્ડ્સ એટલેકે 2 મોઢાંવાળા વાળની સમસ્યા થાય છે અને વાળ કમજોર થઈને તૂટવા લાગે છે.

ડેડ હેરથી છૂટકારો મેળવો
જે મહિલાઓના વાળ ડ્રાય અને વેવી હોય છે તે વાળ પર હેર સ્ટાઇલ કરવી મુશ્કેલ બને છે. સાથે જ આવા વાળ પર હેર સ્ટાઇલ ઉઠાવ મારતી નથી. તેથી વાળની યોગ્ય સાર સંભાળ કરવી જરૂરી છે. એક્સપર્ટ્સ દ્વારા એ સલાહ આપવામાં આવે છે કે વાળ ધોવા માટે હંમેશા માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળ વધારે ખરાબ થતા નથી. શેમ્પૂ કર્યા પછી ડ્રાય વાળમાં Livon Serumનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે, સીરમ વાળને લાંબા સમય સુધી સ્મૂથ, સોફ્ટ અને શાઈની બનાવી રાખે છે.

જો તમે પણ નવરાત્રીમાં તમારા હેરને નવો લુક આપવા માગતા હોવ તો કોઈ પણ ડર વગર તેમાં સ્ટાઇલ કરો કારણ કે, Livon Serum તમારા વાળની શાઇન ક્યારેય ખોવા દેશે નહીં. તો જાણીએ નવી હેર સ્ટાઇલના વિશે જે તમારા ફેસ્ટિવ લુકમાં ચાર ચાંદ લગાવી દેશે

લૂપ સેક્શન હેર

સ્ટેપ 1

હેર સ્ટાઇલ માટે સૌથી પહેલાં તમારા કોમ્બ પર 2-3 ટીપા Livon Serum નાખો.

 

સ્ટેપ 2

હવે તમારા વાળને થોડાં ભીના કરો અને કોમ્બની મદદથી ગૂંચ કાઢી લો. કોમ્બમાં લાગેલું સીરમ ફ્રીઝી વાળમાંથી ગૂંચ કાઢવામાં મદદ કરે છે.

 

સ્ટેપ 3

વાળને સ્મૂધ કરવા માટે સ્ટ્રેટનરની મદદથી વાળને સીધા કરી લો. વાળમાં Livon Serum હોવાને કારણે સ્ટ્રેટનર કે હીટને લીધે ઓછા ડેમેજ થાય છે.

 

સ્ટેપ 4

હવે તમારા વાળના ઉપરના ભાગમાંથી થોડા વાળ હાથમાં લઈને અલગ કરી લો.

 

સ્ટેપ 5

ત્યારબાદ અલગ કરેલા વાળને પાતળા રબર બેન્ડની મદદથી બાંધી લો.

 

સ્ટેપ 6

હવે આ રબર બેન્ડની વચ્ચે ગેપ બનાવીને પોની ટેલને ફેરવીને તેની વચ્ચેથી બહાર કાઢો.

 

સ્ટેપ 7

તમારા ફેસ્ટિવ લુકને પૂરો કરવા મૅટ બીજી તરફના વાળમાં પર આ જ રીતે કરો. બસ તો હવે તમારા વાળ Salon Finish Hair લુકમાં તૈયાર છે.

X
Enjoy Dandiya with your stylish hair this Navratri

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી