તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આપઘાત:પિતાનો ધંધો સંભાળનાર ઇજનેરે આપઘાત કર્યો, મવડી, થોરાળામાં આપઘાતના બે બનાવ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દી’ પહેલા એસિડ પી લેનાર યુવાનનું મોત

શહેરમાં આપઘાતના વધુ ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે. પ્રથમ બનાવ મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા લાભદીપ સોસાયટી-1માં બન્યો હતો. જ્યાં પાર્મિલ નરેન્દ્રભાઇ ડાભી નામના 18 વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ની ટીમે યુવાનનું મોત નીપજ્યાનું જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે દોડી ગયેલા હેડ કોન્સ.એચ.જી.રાઠોડે જણાવ્યું કે, પાર્મિલ એક બહેનમાં નાનો હતો. પિતા ક્રેન સર્વિસનો ધંધો કરે છે, પરંતુ હાલ નરેન્દ્રભાઇ બીમારીમાં પટકાયા હોય પાર્મિલ પિતાનો ધંધો સંભાળતો હતો.

આપઘાત ક્યાં કારણોસર કર્યો તેનાથી પરિવારજનો પણ અજાણ હોવાનું કહ્યું છે.બીજા બનાવમાં નવા થોરાળા, સર્વોદય સોસાયટીમાં રહેતા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરનાર ભાવિન ધિરેનભાઇ પરમાર નામના યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો. તેને હોસ્પિટલ લઇ જવાયો હતો, પરંતુ અહીં તેનું મોત નીપજ્યાનું જાહેર થયું હતું. હેડ કોન્સ.ભૂપતભાઇ વાસાણીની તપાસમાં બે બહેનનો એકનો એક ભાઇ ભાવિન પિતા સાથે બાંધકામના વ્યવસાય સાથે હતો. ભાવિને ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનાથી પરિવારજનો અજાણ છે.

પરંતુ પ્રાથમિક પૂછપરછમાં ભાવિન તેના કાકાને જીવન જીવવા જેવું નથીનું રટણ રટતો હતો. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ત્રીજા બનાવમાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલા સુખસાગર સોસાયટી-6માં રહેતા મયૂર નિલેશભાઇ રાઠોડ નામના યુવાને ગત તા.15ના રોજ તેના ઘરે એસિડ પી લીધું હતું. સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ મયૂરે દમ તોડ્યો હતો. બી ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાસને કારણે મયૂરે એસિડ પી લીધાનું જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો