હિંમતનગર / ઉમિયા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ

End of Prana Pratishtha Festival of Umiah Temple

  • ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા, પ્રાતઃ પૂજન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા

Divyabhaskar.com

Feb 27, 2020, 09:12 AM IST
હિંમતનગરઃ હિંમતનગરના પોશ વિસ્તાર ગણાતા મહાકાલી મંદિર વિસ્તારમાં મહાવીરનગર કાંકણોલ રોડ ઉપર કડવા પાટીદારોના કુળદેવી મા ઉમીયાના અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા માતાજીના શિખરબધ્ધ મંદિરના ત્રિદિવસીય યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા અને સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે બુધવારના રોજ હજારો પાટીદારોએ મા ઉમીયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા,પ્રાતઃપૂજન, મહાઆરતી અને પૂર્ણાહૂતિ સહિતના કાર્યક્મો યોજાયા હતા જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા ઉપસ્થિત રહયા હતા અને મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ઉમિયા માતાજી મંદિર ખાતે બુધવારે ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લક્ષચંડી મહાયજ્ઞ સંપન્ન થયો હતો. સવારે પૂજન વિધિ શરુ કરાયા બાદ 12 : 39 કલાકે માં ઉમિયાની ગર્ભગૃહની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી અને 3 : 30 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી.
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં સાબરકાંઠા-અરવલ્લીના પાટીદારોના આસ્થાના પ્રતિક સમાન મા ઉમિયા માતાજીના મંદિરનું રૂ.7 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ મહોત્સવ સોમ,મંગળ અને બુધવાર એમ ત્રણ દિવસ માટે યોજાયો હતો.સોમ અને મંગળવારના રોજ ચંડીપાઠ,દેહ શુધ્ધિ વિધી,મંડપ પ્રવેશ,ગણેશ પૂજન,અગ્નિ સ્થાપના, જવારા સાથેની મહિલાઓની શોભાયાત્રા, દેવતાઓનું પૂજન, જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ત્રીજા દિવસે પ્રાતઃ પૂજન,મહાઆરતી અને પ્રાણ પ્રતિષ્ઠા તેમજ પૂર્ણાહૂતિના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા ઉપસ્થિત રહી મા ઉમિયાના આર્શીવાદ મેળવ્યા હતા.આ અવસરે મંદિર નિર્માણના પ્રોજેકટ ચેરમેન અરવિંદભાઇ પટેલએ ધારાસભ્યનું વિશેષ સન્માન કર્યું હતું.
X
End of Prana Pratishtha Festival of Umiah Temple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી