સુરત / હીરાબાગ વિસ્તારમાં દાગીના બનાવતી કંપનીમાંથી બે તસ્કરોએ દોઢ કલાકમાં રૂ. 1.41 કરોડના સોનાના પાઉડરની ચોરી કરી

રાત્રિના સમયે ચહેરા પર બુકાની બાંધીને તસ્કરોએ સોનાના પાવડરની ચોરી કરી હતી.

  • સવારે જ્વેલર્સે કારખાનું ખોલ્યું તો સામાન વેરવિખેર હતો
  • 5 મશીનમાંથી 4.62 કિલો સોનાનો પાઉડર ચોરાયો

Divyabhaskar.com

Feb 16, 2020, 04:19 AM IST

સુરતઃ હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી સવા કરોડથી વધુના સોનાના ભુક્કાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. કંપનીના કર્તાહર્તાને ચોરી અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સુરતઃ સુરતમાં વરાછા રોડ પર ડેઝલ જવેલર્સના કારખાનામાં ત્રાટકેલા તસ્કરોએ 1.41 કરોડનો સોનાના પાવડરની ચોરી કરી ફરાર થયા છે. બન્ને ચોરો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા. કારખાનાના પાછળના ભાગે બારી અને એસીના આઉટ ડોર કેબીનમાં મારેલું તાળું અને પતરૂ કોઈ સાધન વડે તોડીને કારખાનામાં પ્રવેશીને ચોરી કરી હતી. ચોરોમાં કારખાનામાં શનિવારે મળસ્કે 1.10 ઘુસ્યા અને 2.40 વાગ્યે બહાર નીકળ્યા હતા. ફિલીંગના 7 મશીનો તેમજ પોલીશીંગના 5 મશીનોમાંથી મળી 4.62 કિલોગ્રામ સોનાનો પાવડરની ચોરી કરી હતી. જેની કિંમત 1,41,82,467 થાય છે. આ કારખાનામાં ડાયમંડ-ગોલ્ડ બનાવવાનું કામ થાય છે. સવારે કારખાનું માલિકે ખોલ્યું ત્યારે મશીનરી વેરવિખેર હતી. જેથી તપાસ કરતા સોનાનો પાવડર ચોરી થયો હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી વરાછા પોલીસ ત્યાં દોડી આવી હતી. વરાછા પોલીસે કારખાનામાં કામ કરતા કારીગરોની પૂછપરછ હાથ ધરી હતી. ટૂંકમાં આ કેસમાં કોઈ જાણભેદુએ ચોરીને અંજામ આપ્યો હોય એવી આશંકા પોલીસને લાગી રહી છે.

કર્મચારીની સંડોવણી હોવાની આશંકા
દોઢ કરોડના સોનાના પાવડરની ચોરીમાં કારખાનાનો કર્મચારીની સંડોવણી હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. સોનાના પાવડરની થેલી મશીનરીમાંથી ચોરી કરી હતી. જે રીતે ચોરી થઈ છે તે જોતા પોલીસેને પહેલી શંકા કર્મચારીઓ સામે લાગી રહી છે. હાલમાં પોલીસે કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે. ટૂંકમાં એક-બે દિવસમાં આ ગુનો ઉકેલાય તેવી શકયતા છે.

પોલીસના ઉચ્ચઅધિકારીઓ દોડી આવ્યાં

ડેઝલ નામની સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી ચોરી થયાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. પોલીસના અધિકારીઓએ સીસીટીવી સહિતના ફૂટેજ ચેક કરીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ તો અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

બે ઈસમો સામે ગુનો નોંધાયો

એસીપી સી. કે. પટેલએ જણાવ્યું હતું કે, બે તસ્કરો સીસીટીવીમાં જોઈ શકાય છે. જે સોનાના દાગીના બનાવવાની ફેક્ટરીમાં બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કરી ચોરી કરે છે. આ તસ્કરો જાણભેદુ પણ હોય શકે છે. તેમણે ફેક્ટરીમાંથી 4 કિલો 200 ગ્રામ (અંદાજે કિંમત સવા કરોડ)ની ભૂકીની ચોરી કરી હતી. 18 કેરેટનું આ સોનાનો પાવડર હતો. હાલ પોલીસ ડોગ સ્ક્વોર્ડ સહિત સીસીટીવીની મદદથી આગળની તપાસ ચલાવી રહી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી