તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાગણીઓનું લંચબોક્સ:વિદ્યાર્થીઓની મુંઝવણો દુર કરવા પાલની આ સ્કુલમાં શરૂ કરાયું લાગણીઓનું લંચબોક્સ,વિદ્યાર્થીઓએ કાગળમાં લખી બોક્સમાં મુકેલી મુંઝવણોને શિક્ષકો તેમની સાથે કાઉન્સેલિંગ કરીને દુર કરે છે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષ દેવાય નમ:, માનવતાની મૂડી જેવા 5 પ્રોજેકટ હાલ સ્કૂલમાં કાર્યરત

વિદ્યાર્થીઓ માટે દરેક શાળાઓ કંઈકને કંઈક નવી પ્રવૃત્તિઓ કરતી હોય છે. ત્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત પાલની શ્રી ખુશાલભાઇ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક - 319 માં વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે અનોખો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. અહીં વિદ્યાર્થીઓ માટે લાગણીઓનું લંચબોક્સ મુકવામાં આવ્યું છે.જેમાં વિદ્યાર્થીઓ પોતાના મનની મુંઝવણો લખીને મુકી દે છે.

આ ઉપરાંત બાળકોમાં સર્જનાત્મક શક્તિ વધે તે માટે વૃક્ષ દેવાય નમ:, માનવતાની મૂડી જેવા પ્રોજેકટ કાર્યરત છે. આ ઉપરાંત શાળામાં ટેરેસ ગાર્ડન માટેનો પ્રોજેક્ટ પણ શરૂ કરાયો છે. જેમાં શાળાનું જે વપરાશનું વેસ્ટેજ પાણી હોય તેના દ્વારા જ તેનું સિંચન થાય તેવી ગોઠવણી કરવામાં આવી છે.

લાગણીઓનું લંચબોક્સ
ઘણીવાર બાળકો પોતાના મનની વાત ઘરમાં અથવા શિક્ષકોને કહી શક્તા નથી. બાળક મુશ્કેલીમાં હોય પરંતુ કોઈના ડરના કારણે બોલી શકતું નથી. જેથી આ પ્રોજેકટ શરૂ કરાયો છે. બાળકોની મૂંઝવણોે જાણવા લાગણીનું લંચબોક્સ એમ એક બોક્સ શાળામાં મુકાયું છે. જેથી બાળકનાં મનમાં કોઈપણ મૂંઝવણ હોય અને તે જાહેરમાં ન બોલી શકતું હોય તો એક કાગળમાં નામ સાથે અથવા નામ વગર લખી એ બોક્સમાં મૂકી દેવુંઅને કોમન પ્રશ્ન હોય તો પ્રાર્થના સંમેલન પહેલા દરેક વિદ્યાર્થીઓ સામે તેની ચર્ચા કરવામાં આવે છે અને જો વ્યક્તિગત પ્રશ્ન હોય તો અલગથી બાળકનું કાઉન્સેલિંગ કરી મૂંઝવણ દુર કરવામાં આવે છે.

વૃક્ષ દેવાય નમ: બાળકો જાતે છોડની માવજત કરતા શીખ્યા
આ પ્રોજેક્ટમાં દરેક બાળકોને એક છોડ આપવામાં આવે છે. જેથી તેઓ તેની માવજત કરતા શીખે અને નેચર પ્રત્યે તેમનો પ્રેમ પણ વધે. ઘણા કેસોમાં બાળક ઘરે લઈ જઈ તેની જાળવણી કરતું નથી. તેથી બાળક પાસે તેના ઘરમાં જગ્યા અને માવજત કરશે તેની ખાતરી કરીને જ છોડ આપવામાં આવે છે. શાળાના શિક્ષકો પણ થોડા થોડા દિવસે બાળકો પાસેથી ફોટો મંગાવી ટ્રેકીંગ કરે છે.

માનવતાની મૂડી: શિક્ષકો રોજ 1 રૂપિયો ફંડ આપે છે
માનવતાની મૂડી પ્રોજેકટમાં શાળાના વિદ્યાર્થીઓ માટે એક ભંડોળ ભેગું કરવામાં આવે છે. કારણકે આ વિદ્યાર્થીઓ સામાન્ય ઘરમાંથી આવે છે તેથી ઘણીવાર તેમાંનાં ઘણા બાળકોને દરેક વસ્તુનો આનંદ મળતો નથી. આ પ્રોજેક્ટ શરૂ કરવાનો હેતુ બાળકોને ઋતુસરના ફળ ખાવાનો આનંદ મળે તેમજ તેમની અન્ય જરૂરિયાત માટે તેમને મદદરૂપ થઈ શકાય. જેથી માનવતાની મૂડી બોક્સમાં શાળાના શિક્ષકો તેમજ અન્ય સભ્યો રોજના 1 રૂ. લેખે નાંખે છે. અને એ ભંડોળમાંથી બાળકોને ઋતુ પ્રમાણેના ફળ અને જરૂરિયાતના પુસ્તકો જેવી વસ્તુઓ બાળકોને આપવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો