તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મોરબીના સાવસર પ્લોટમાં ઉભરાતી ગટર વેપારીઓએ જાતે જ સાફ કરી નાખી !

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ મોટા ઉપાડે ચલાવેલી સફાઇ ઝુંબેશ બાદ પણ સ્થિતિમાં કોઇ સુધારો નહીં

મોરબી પાલિકા દ્વારા દિવાળી પર્વ પહેલા સઘન સફાઈ અભિયાન ચલાવી શહેરને ગંદકી મુક્ત તેમજ ભુગર્ભ ગટર ઉભરાતી બંધ કરવામાં આવશે તેવો ભરોસો પાવ્યો હતો. જો કે આ ભરોસા પર જાણે તંત્ર ખરું ન ઉતરી શકયું હોય તેવા દ્રશ્ય ફરી સામે આવી રહ્યા છે. મોરબીના સાવસર પ્લોટ પ્રભાત હોસ્પિટલ પાસે ઘણા સમયથી ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થયા કરે છે અને ગટરના ગંદા પાણી સતત વહેતા હોવાથી બેશુમાર ગંદકી ફેલાઈ છે.

આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો અને અનેક દુકાનો અને રહેણાંક વિસ્તારમાં આવેલા છે.આથી ગટરની ગંદકીના કારણે રોગચાળાનું જોખમ વધ્યું છે.આ બાબતે પાલિકા તંત્રને અનેક રજૂઆત કરવા છતાં તંત્રની ઉંઘ ઉડી ન હતી.આથી આ વિસ્તારના દુકાનદારોએ જાતે જ ગટરની સફાઈ કરી હતી.વેપારીઓ હાલના તબબકે ગટરની સાફ કરી છે.પણ તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ગટરની સફાઈની નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો