તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બહિષ્કાર:નલિયાના મોટાભર વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ નહી આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે

નલિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તારની મહિલાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ

નલિયાના મોટાભર વિસ્તારના લોકો પાણી, ગટર લાઈન, રસ્તા જેવા અનેક પ્રશ્નોના મુદ્દે પરેશાન હોવાથી તાલુકા વિકાસ અધિકારીને તેના નિરાકરણ માટે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવેલ કે નલિયા ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારના રહેણાકવાસીઓને છેલ્લા સાત દિવસથી પાણી વિતરણ કરાયું નથી. મોટાભર ફળિયામાં માહેશ્વરી સમાજવાડીથી બજાર ચોક સુધી ગટર લાઇનનું કામ 14માં નાણાપંચની યોજના અંતર્ગત વર્ષ 2018-19માં મંજૂર થયેલો છે, જે આજદિન સુધી પૂર્ણ કરાયું નથી. છેલ્લા ત્રીસેક વર્ષથી દરજી ફળિયાનો રસ્તો પણ બન્યો નથી. ગટર લાઇનનું કામ અડધું પૂર્ણ થયા બાદ રસ્તો ખરાબ સ્થિતિમાં તેમજ અત્યંત ખાડાવાળો થઈ ગયો છે. વાહનચાલકો તેમજ રાહદારીઓને પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. છાડુરા રોડ પર બનેલા ટાંકાનો પાણી ગામના વિસ્તારમાં આપવાના બદલે સોસાયટી વિસ્તારમાં અપાઇ રહ્યું છે, જે અયોગ્ય છે. જો આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે તેમજ અબડાસા વિધાનસભા ની ચૂંટણી નો સંપૂર્ણ પણે બહિષ્કાર કરશે આ રજૂઆતમાં રેખાબેન દરજી, શ્રદ્ધાબેન દરજી, બંસરીબેન જોષી, દિવ્યાબેન જોષી, કમલાબેન દરજી, દીપીકા અબોટી, ક્રિષ્નાબેન ચૌહાણ, લક્ષ્મીબેન શાહ, પૂજાબેન કતીરા, ભક્તિબેન ઠક્કર વગેરે જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો