તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકારણ:25મીએ કરમસદ પાલિકાના ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે, તાજ ભાજપ કૌના શીરે મુકે તેના પર સૌની નજર

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરમસદ નગરપાલિકામાં 28 સભ્યોમાંથી ભાજપ પાસે 21 સભ્યો છે. જયારે કોંગ્રેસ પાસે 6 સભ્યો છે. તાજેતરમાં આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ મોવડી મંડળ દ્વારા પ્રમુખપદ માટે નિલેશ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે કૃતિકાબેન પટેલનું નામ મુકયું હતું. જેમાં ભાજપના તમામ કાઉન્સિલરોએ પ્રમુખ પદે નિલેશ પટેલ બિનહરીફની વરણી કરી હતી. પરંતુ ઉપપ્રમુખ પદે કૃતિકાબેને વ્હીલ હોવા છતાં કાઉન્સિલરો દર્શના પટેલ ઉપપ્રમુખ પદે ફોર્મ ભરાવ્યું હતું.

જેમાં દર્શાનબેન 15 સભ્યો મત આપતા તેઓ વિજેતા બન્યા હતા. આમ ભાજપના વ્હીપ અનાદર કરીને ઉપપ્રમુખ બનાવતા પાર્ટી દ્વારા તેઓને તાત્કાલિક રાજીનામું આપવા જણાવ્યું હતું. જેથી તેઓએ રાજીનામું આપ્યું હતું. જેથી જગ્યાખાલી હતી. આખરે જિલ્લા કલેકટર દ્વારા આગામી 25 મી સપ્ટેમ્બર ઉપપ્રમુખની ચૂંટણી માટે સવારે 11 કલાકે ખાસ સામાન્ય બોલાવવા માટે ચીફ ઓફિસરને લેખિતમાં જણાવ્યું છે. જેના પગલે 25મી ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. જેને લઇન ેહાલતો કરસમદ નગરમાં ભાજપ સંગઠન દ્વારા ઉપપ્રમુખ પદનો તાજ માટે કૌનું નામ મુકવામાં આવશે. તેમજ આ વખતે નવાજૂના થશે કે નહીં તે અંગેની ચર્ચાઓ જોર પકડયું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો