તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:ઓપરેશન બાદ વૃદ્ધ નિ:સહાય, હાથ-પગ બંધ થતાં હાલત કફોડી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબની બેદરકારીને લીધે દર્દીનું જીવન દોઝખ બન્યું

ડોક્ટરની બેદરકારીને લીધે ડિંડોલીના વૃદ્ધ દશરથભાઈનું જીવન દોઝખ થઈ ગયું છે. સુરતની ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં થયેલા એક ઓપરેશનમાં ડોક્ટરે દાખવેલી બેદરકારીને લીધે ડિંડોલીના વૃદ્ધની જિંદગી જોખમમાં આવી ગઈ છે. ડિંડોલીમાં રહેતા દશરથભાઈ શિવરાજભાઈ પટેલ (ઉં.વ. 60)ના ઓપરેશન દરમિયાન ડોક્ટર મૌલિક પટેલ દશરથભાઈના ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા જેને પગલે દશરથભાઈના હાથ પગ નકામા થઈ ગયા હોવાનું દશરથભાઈના પુત્રએ જણાવ્યું હતું.દશરથભાઈ હવે દૈનિક ક્રિયાઓ માટે પણ અન્ય પર નિર્ભર થઈ ચૂક્યા છે. હાથ અને પગ કામ કરતા બંધ થઈ જવાને લીધે સતત બે વ્યક્તિઓએ એમની દેખરેખમાં રહેવું પડે છે.સમગ્ર મામલે કોર્ટમાં વળતરનો દાવો પણ કરવામાં આવ્યો છે. તબીબની આવી ગંભીર બેદરકારી મામલે હવે દશરથભાઈ પટેલ દ્વારા હવે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

25 લાખના વળતરની કરાઈ માંગ
દશરથભાઈના ગળાના ભાગે ઓપરેશન દરમિયાન કપડું ભૂલી જનાર ડોક્ટર મૌલિક સામે 25 લાખના વળતરનો દાવો કરવામાં આવ્યો છે. કોર્ટમાં વળતર માટે દાવો કરનાર વકીલ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આ સ્પષ્ટ રીતે ડોક્ટરની ગંભીર બેદરકારીનો મામલો છે. દશરથભાઈની હાલત હાલ ખૂબ જ ખરાબ થઇ ગઈ છે. ડોક્ટરે સ્પષ્ટ બેદરકારી દાખવીને દર્દીનો જીવ જોખમમાં મુક્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો