તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:વડોદરાના ઈ.આઈ. પ્રીતિ સંઘવીની ભાવનગર બદલી

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૈસા માગતા હોવાના આક્ષેપ થયા બાદ
  • ભાવનગર શહેરની માજીરાજ સરકારી હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે મૂકાયા

વડોદરાની DEO કચેરીનાં એજ્યુકેશન ઇન્સ્પેકટર પ્રીતિબેન સંઘવી ફાઇલમાં સહી કરવા માટે રૂપિયાની માગણી કરતાં હોવાના આચાર્ય શૈક્ષણિક મહાસંઘના આક્ષેપો બાદ તેમની ભાવનગર સરકારી શાળાનાં પ્રિન્સિપાલ તરીકે બદલી કરાઈ છે.

10 દિવસ અગાઉ આચાર્ચ શૈક્ષણિક મહાસંઘ વડોદરા જિલ્લા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ડો.યુ.એન. રાઠોડને આવેદનપત્ર અપાયું હતું. જેમાં આક્ષેપો સાથે રજૂઆત કરાઈ હતી કે, એસવીએસ-1ના આચાર્યો પાસે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રીતિબેન સંઘવી ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલમાં સહી કરવા માટે રૂપિયાની માગણી કરે છે. તેમજ શાળા ઇન્સ્પેક્શનમાં પણ નાણાંની ઉઘરાણી કરે છે. આખરે વિવાદમાં સપડાયેલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રીતિબેન સંઘવીની શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર માજીરાજ સરકારી હાઇસ્કૂલ ખાતે પ્રિન્સિપાલ તરીકે બદલી કરાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો