• Home
  • Business
  • Economy from Corona will see huge setback, Moody's estimates only 2.5% growth in India's GDP

ઈકોનોમિ / કોરોનાના કારણે ઈકોનોમિને લાગશે ભારે ઝટકો, મૂડીઝે ભારતની GDPમાં માત્ર 2.5 ટકા ગ્રોથનું અનુમાન કર્યું

Economy from Corona will see huge setback, Moody's estimates only 2.5% growth in India's GDP
Economy from Corona will see huge setback, Moody's estimates only 2.5% growth in India's GDP
X
Economy from Corona will see huge setback, Moody's estimates only 2.5% growth in India's GDP
Economy from Corona will see huge setback, Moody's estimates only 2.5% growth in India's GDP

  • અગાઉ મૂડીઝે ભારતની GDPનું અનુમાનનું વર્ષ 2020 માટે 5.3 ટકા કર્યું હતું
  • 2021માં ઘરેલુ માંગ અને આર્થિક સ્થિતિમાં સુધારાનો દર પહેલા કરતા વધુ પ્રભાવિત થવાની શકયતા

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 04:13 PM IST

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના પ્રકોપના કારણે મૂડીઝે ભારતના GDP અનુમાનને કેલેન્ડર વર્ષ 2020 માટે 5.3 ટકાથી ઘટાડીને માત્ર 2.5 ટકા કરી દીધું છે. કોરોનાવાઈરસના સંકટને લઈને મૂડીઝનું કહેવું છે કે તેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગશે. કોરોનાવાઈરસના પ્રકોપના કારણે ઈકોનોમિને સતત નુકસાન થઈ રહ્યું છે. એવામાં રેટિંગ એજન્સીઓ વિશ્વ સહિત ભારતની GDP ગ્રોથનું અનુમાન ઘટાડી રહી છે. મૂડીઝે ભારતના GDP અનુમાનને કેલેન્ડર વર્ષ 2020 માટે 5.3 ટકાથી ઘટાડીને માત્ર 2.5 ટકા કર્યું છે.

ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે અગાઉ ભારતની GDPમાં 5.3 ટકાના વધારાનું અનુમાન કર્યું હતું. કોરોનાવાઈરસના સંકટને લઈને મૂડીઝનું કહેવું છે કે તેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખૂબ જ મોટો ઝટકો લાગશે. મૂડીઝનું કહેવું છે કે વર્ષ 2019 માટે દેશની GDPમાં વધારો 5 ટકાની આસપાસ રહી શકે છે. 

શું કહ્યું છે મૂડીઝે

ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ મૂડીઝે તેના ગ્લોબલ મેૈક્રૌ આઉટલુક 2020-21માં કહ્યું કે અનુમાનિત વૃદ્ધિ દરના હિસાબથી ભારતમાં 2020માં આવકમાં ઝડપી ઘટાડો થઈ શકે છે. તેનાથી 2021માં ઘરેલુ માંગ અને આર્થિક સ્થિતિમાં સુધારાનો દર પહેલા કરતા વધુ પ્રભાવિત થઈ શકે છે.

એજન્સીએ કહ્યું છે કે ભારતમાં બેન્કો અને નોન બેન્કિંગ નાણાંકીય કંપનીઓની પાસે કેશના ભારે ઘટાડાના કારણે ભારતમાં લોન મેળવવાને લઈને પહેલા કરતા વધુ મશ્કેલી થશે. ઉલ્લેખનીય છે કે ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વિશ્વના 199થી વધુ દેશોને તેના ભરડામાં લઈ ચુક્યો છે. અત્યાર સુધીમાં કોરાનાના કારણે 24,000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. વિશ્વના 50થી વધુ દેશોના 170 કરોડ લોકો કોરોનાને કારણે ઘરમાં કેદ રહેવા મજબૂર છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી