તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મદદ:ઓનલાઇન ક્લાસ દરમિયાન બાળકીના દાદીને એટેક આવ્યો, ટીચરને ખબર પડી, જીવ બચ્યો

મિશિગન9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીચર જૂલિયા કૂચ.
  • અમેરિકાના મિશિગનમાં ધોરણ-1ના વર્ચ્યુઅલ ક્લાસ દરમિયાનનો બનાવ

અમેરિકામાં ધોરણ-1નાં એક ટીચરની ત્વરિત નિર્ણયક્ષમતા અને સૂઝબૂઝની પ્રશંસા થઇ રહી છે. જૂલિયા કૂચ નામનાં આ ટીચર ઓનલાઇન ક્લાસ દરમિયાન ફોન પર એક બાળકીના દાદી સાથે વાતચીત દરમિયાન કળી ગયા કે તેમને સ્ટ્રોકનો એટેક આવ્યો છે. તેમણે તત્કાળ પ્રિન્સિપાલને ફોન કર્યો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવીને બાળકીના ઘેર પહોંચ્યા. તેના દાદીને તત્કાળ હોસ્પિટલમાં ખસેડાયા અને તેમનો જીવ બચી ગયો. થોડું પણ મોડું થયું હોત તો કંઇ પણ થઇ શક્યું હોત.

જૂલિયા એજવૂડ એલીમેન્ટરી સ્કૂલના ધોરણ-1ના વર્ચ્યુઅલ લર્નિંગ ક્લાસમાં ભણાવી રહ્યા હતા. તેઓ જણાવે છે કે, તે દરમિયાન એક બાળકીના દાદી સિન્થિયા ફિલિપ્સનો ફોન આવ્યો. તેમને બાળકીનું સ્કૂલ ટેબલેટ ચાર્જ કરવામાં તકલીફ પડી રહી હતી. સિન્થિયા સાથે વાતચીત દરમિયાન જૂલિયાને લાગ્યું કે તેમનો અવાજ અસ્પષ્ટ થઇ રહ્યો છે. તેમને સમજાયું નહીં કે સિન્થિયા શું કહેવા માગે છે? જૂલિયા કળી ગયા કે સિન્થિયા જોખમમાં છે. તેથી તેમણે તરત સ્કૂલના પ્રિન્સિપાલ ચાર્લી લવલેડીને જાણ કરી. ત્યાર બાદ તેમણે સ્ટાફ મારફત એમ્બ્યુલન્સને ફોન કરાવ્યો.

પ્રિન્સિપાલના કહેવા મુજબ, તેમણે સિન્થિયા સાથે વાત કરી તો તેમનો જીભ થોથવાતી હતી. તેઓ શું બોલે છે તે સમજાતું નહોતું. મને ખબર હતી કે સ્ટ્રોકના શું લક્ષણ હોય છે, કેમ કે મેં સ્ટ્રોકના કારણે મારા પિતાને ગુમાવ્યા હતા. તેથી હું તત્કાળ તેમની મદદ માટે તૈયાર થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો