તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dumbbells Deadlift Exercise Burns 120 Calories In 30 Minutes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડંબેલ્સ ડેડલિફ્ટ એક્સર્સાઇઝથી 30 મિનિટમાં 120 કેલરી બર્ન થાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ જો તમે એવું ફુલ બોડી વર્કઆઉટ શોધી રહ્યાં છો જે શરીરને મજબૂત બનાવવાની સાથે ગ્રિપ અને મોબિલિટી પણ વધારે તો ડંબેલ્સ ડેડલિફ્ટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સામાન્ય રીતે, આ બાર્બલ ડેડલિફ્ટનું જ વેરિએશન છે, જે શરીરના સ્નાયુઓને લચીલા બનાવવામાં ઉપયોગી નીવડે છે. મોટાભાગના લોકો બાર્બેલની મદદથી ડેડલિફ્ટ કરે છે. પરંતુ આ એક્સર્સાઇઝ ડંબેલ્સની મદદથી પણ કરી શકાય છે. ડંબેલ્સ સાથે ડેડલિફ્ટ એક્સર્સાઇઝ કરવાથી અન્ય મસલ્સ પણ મજબૂત બને છે અને શારીરિક શક્તિમાં વધારો થાય છે.

એક્સર્સાઇઝ કેવી રીતે કરવી?
બંને હાથમાં ડંબેલ્સ પકડી હાથ નીચે લાવી દો. હવે છાતી અને કમરને કડક રાખી કમરને થોડું આગળ તરફ ઝુકાવી સ્ક્વોટ કરો. ધ્યાન રાખો કે, તમારી કોણી સ્થિર રહે. જાંઘ જમીનની સમાંતર આવ્યા બાદ શરીરને સીધું કરી દો. આ એક્સર્સાઇઝના 10 રેપ્સનાં 3 સેટ કરો તો સારું પરિણામ મળશે.

આ 3 મસલ્સ માટે ફાયદાકારક
ગ્લુટ્સઃ આ વર્કઆઉટ હિપ્સ (ગ્લુટ્સ)ના બધા સ્નાયુઓ માટે ફાયદાકારક છે. આ શરીરના નીચેના ભાગને મજબૂત બનાવે છે. તેમજ કરોડરજ્જુને સીધી રાખવામાં મદદ કરે છે.
હેમસ્ટ્રિંગઃ આ કસરત પગના ઉપલા ભાગના સ્નાયુઓ માટે, એટલે કે હેમસ્ટ્રિંગ્સ માટે ઉપયોગી છે. આ ઘૂંટણના સાંધા મજબૂત કરવામાં પણ મદદ કરે છે.
કાંડાના સ્નાયુઓઃ ભારે વજન ઉઠાવવાની દરેક કસરતમાં પકડ જાળવવી મુશ્કેલ છે. હાથની આંગળીઓની દરેક ગ્રીપિંગ સ્નાયુને મજબૂત બનાવવામાં ઉપયોગી છે.

તેના 4 પ્રકાર પણ ફાયદાકારક છે
રોમાનિયન ડેડલિફ્ટઃ ગ્લુટ્સ, ક્વાડ્સ અને હેમસ્ટિંગ્સના સ્નાયુઓ માટે ઉપયોગી છે. લોઅર બેક અને કરોડરજ્જુની શક્તિ માટે ફાયદાકારક છે.
સ્ટિફ લેગઃ આ વર્કઆઉટ સ્ત્રીઓમાં વધુ લોકપ્રિય છે. આ હેમસ્ટ્રિંગ્સ, લોઅર બેક,  ક્વાડ્સ અને ગ્લુટ્સના સ્નાયુઓને મજબૂત બનાવે છે.
સુમો ડંબેલઃ આમાં પગ વધુ પહોળા કરવામાં આવે છે. આ કસરત કરવા એક અથવા બે ગમે તે ડંબેલ્સનો ઉપયોગ કરી શકાય છે.
સિંગલ લેગ્ડ ડંબેલ્સ ડેડલિફ્ટઃ આ એક જ ડંબેલ્ની મદદથી કરવું વધુ સારું છે, જેથી તમે બીજા હાથથી શરીરને ટેકો આપી શકો. આ કસરત હેમસ્ટ્રિંગ્સ અને ગ્લુટ્સના સ્નાયુઓ માટે ફાયદાકારક છે.

આ વાતો ધ્યાનમાં રાખો

  • આ વર્કઆઉટ કરતાં પહેલાં, હળવું વોર્મ-અપ અવશ્ય કરો, જેથી સ્નાયુઓ ખેંચાય નહીં.
  • આ કરતી વખતે, ઇજા ન થાય તે માટે હાથની સ્થિતિની વિશેષ કાળજી લો. આ કરવાથી તમે ઈજા થવાનું જોખમ ઘટાડી શકો છો.
  • તમારી ક્ષમતા અનુસાર વજન પસંદ કરો. શરૂઆતમાં, આ વર્કઆઉટ કોઈ ટ્રેનરની દેખરેખ હેઠળ કરો, જેથી શરીરને તેનો સંપૂર્ણ લાભ મળી શકે.
  • તેને ફુલ સ્ક્વોટ પોઝિશનમાં શરૂ કરવાનો પ્રયાસ ન કરવો, નહીં તો ફાયદાને બદલે શરીરને નુકસાન થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser