તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભારતમાં 'KTM 790' ડ્યૂક જોવા મળ્યું, 5 સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ થાય તેવી શક્યતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 'KTM 790' ડ્યૂક હાલમાં ભારતમાં જોવા મળે છે
  • બાઈકનું બુકિંગ 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે
  • બાઈકની ઓન-રોડ કિંમત 10 લાખ રૂપિયા

ઓટો ડેસ્ક. 'KTM 790' ડ્યૂક હાલમાં ભારતમાં જોવા મળે છે. આ બાઈક એક ડીલરશિપ ડિસ્પ્લેમાં જોવા મળ્યું હતું. રિપોર્ટના મતે, આ બાઈકનું બુકિંગ 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. ડિસ્પ્લે બાઈક તરીકે આ બાઈકને મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને દિલ્હી જેવા શહેરોમાં મોકલવામાં આવ્યું છે. ભારતમાં આ બાઈક કમ્પ્લીટલી નોક્ડ ડાઉન (CKD) તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. બાઈકની ઓન-રોડ કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હશે.
જો બાઈકની ડિઝાઈનની વાત કરીએ તો તે 'KTM 1290 DUKE R' જેવું દેખાય છે. બાઈકની સૌથી ખાસ વાત તેનો લુક છે. બાઈકમાં બોડી વર્ક ઓછું રાખવામાં આવ્યું છે અને તેને સ્પોર્ટી અને રેસર બાઈકનો લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 169 કિલોગ્રામ વજન ધરાવતું બાઈકને સ્મૂથ રાઈડ આપવા માટે તેમાં 6-સ્પીડ ટ્રાન્સમિશન છે.
બાઈકમાં 8 વાલ્વ, 87Nm ટોર્ક જનરેટની સાથે લિક્વિડ કૂલ DOHC એન્જિન આપવામા આવ્યું છે, જે 103 હોર્સ પાવરનું મેક્સિમમ પાવર આઉટપુટ આપે છે. સ્પીડની વાત કરીએ તો ડ્યૂક 790ની ટોપ સ્પીડ 220 કિલોમીટર પ્રતિ કલાક સુધી છે. આટલું જ નહીં આ સ્પીડને કંટ્રોલ કરવા માટે બાઈકના બંને વ્હિલમાં ડિસ્ક બ્રેકની સાથે એબીએસ પણ આપવામાં આવ્યું છે.
કેટીએમ ડ્યૂકની રાઈડિંગને વધુ થ્રિલિંગ બનાવવા માટે તેમાં ચાર રાઈડ મોડ્સ (સ્ટ્રીટ, ટ્રેક, રેન અને સ્પોર્ટ) આપવામાં આવ્યા છે. આ મોડ્સની મદદથી રાઈડર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે પાવર, હેંડલિગ અને પરફોર્મન્સને મેનેજ કરી શકે છે. બાઈકની એલઈડી ડે ટાઈમ રનિંગ લાઈટ્સ બાઈકને સ્માર્ટ લુક આપે છે. જોકે, બાઈકને કયા સેગમેન્ટમાં અને કેટલી પ્રાઈઝ રેન્જ સાથે લોન્ચ કરવામાં આવશે, તે વિશે કોઈ માહિતી સામે આવી નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો