તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:તંત્રના પાપે અંજારના સવાસર તળાવમાંથી ટીલાપીયા પ્રજાતિ વિલુપ્તિના આરે પહોંચી

અંજાર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રના પાપે અંજારના સવાસર તળાવમાંથી ટીલાપીયા પ્રજાતિ વિલુપ્તિના આરે પહોંચી

આમ તો અંજારમાં અનેક જીવદયા પ્રેમીઓ જોવા મળે છે પરંતુ છેલ્લા 20 દિવસથી હજારોની સંખ્યામાં સવાસર તળાવમાં મરતી માછલીઓ બાબતે હજુ સુધી એકપણ જીવદયા પ્રેમી આગળ ન આવતા ટીલાપીયા પ્રજાતિની માછલીઓ આ તળાવ માંથી વિલુપ્તિના આરે આવી છે. તંત્રની ગંભીર બેદરકારીના કારણે અનેક જીવોનો ભોગ લેવાયો હોવા છતાં કહેવાતા પક્ષ કે વિપક્ષ દ્વારા પણ હજુ સુધી આ બાબતે કોઈપણ જાતનો વિરોધ કે માછલીઓને બચાવવાના પ્રયત્નો નથી કરાયા જે ગંભીર બાબતે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.

આ અંગે મળતી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અંદાજિત વીસેક દિવસ પહેલા સવાસર તળાવમાં રતનાલના તળાવ માંથી લાવવામાં આવેલી ટીલાપીયા પ્રજાતિની માછલીઓના મૃત્યુનો સિલસિલો ચાલુ થયો હતો અને દરરોજ હજારોની સંખ્યામાં તેનું મૃત્યુ પણ થઈ રહ્યું હતું. જે સંદર્ભે પાલિકા દ્વારા પશુ ચિકિત્સકને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે પશુ ચિકિત્સક કઈ કરી શકે તેમ ન હોઈ અને મત્સ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાતી હોઈ એક સપ્તાહ બાદ પાલિકા દ્વારા ભુજ સ્થિત મત્સ્ય વિભાગને જાણ કરાઈ હતી. પરંતુ અંજાર આવી કારણ જાણવા કે ઈલાજ કરવાની જગ્યાએ માત્ર ફોન પર મૃત માછલીઓના ફોટાઓ મંગાવી એક દવા જણાવવામાં આવી હતી પરંતુ આ દવા ક્યાંય મળતી જ હોવાથી પાલિકા દ્વારા ફરી મત્સ્ય વિભાગનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ જવાબ આપવાની જગ્યાએ અંજાર નગરપાલિકાના ફોન ઉપડવાના જ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે હજુ સુધી આ માછલીઓના મૃતદેહ દરરોજ જોવા મળી રહ્યા છે અને હવે ટીલાપીયા પ્રજાતિની માછલીઓ તળાવ માંથી વિલુપ્તિના આરે આવી પહોંચી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો