તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • DTOOR Compnay Debuts In The CES 2020 With Smartphone With A Circular Screen Named Cyrcle Phone

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020માં ગોળાકાર સ્ક્રીન ધરાવતો સ્માર્ટફોન રજૂ થયો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘Cyrcle Phone’ 4G LTE નેટવર્ક સપોર્ટ કરે છે
  • આ ફોન એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે

ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોનની વાત આવે એટલે મનમાં તેનો લંબચોરસ આકાર જ ધ્યાનમાં આવતો હોય છે પરંતુ અમેરિકાની સ્ટાર્ટ અપ કંપની dTOOR  (ડીટૂર)એ ગોળાકાર સ્ક્રીનવાળો સ્માર્ટફોન ‘Cyrcle Phone’ ફોન રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 2 હેડફોન જેક આપવામાં આવ્યા છે. પહેલી નજરે તે એક મેકઅપ મિરર જેવો દેખાય છે.


આ ફોનમાં સેલ્ફી માટે 13MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સ્ટાર્ટ કંપનીએ આ ફોનને નાની હથેળી ધરાવતા યુઝરને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. આ સ્માર્ટફોનને આરામથી પોકેટમાં રાખી શકાય છે.

‘Cyrcle Phone’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોનમાં અન્ય સ્માર્ટફોનની જેમ LED ડિસ્પ્લે આપવામાં આવી છે, જોકે તેની સાઈઝ વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.
  • ‘Cyrcle Phone’ 4G LTE નેટવર્ક સપોર્ટ કરે છે.
  • આ ફોન એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.

કંપનીએ અમેરિકામાં તેનું પ્રિ-બુકિંગ શરૂ કર્યું છે જોકે તેને આવતા વર્ષે ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો