વિવાદ / મોદી સરકારની નીંદા કરવા પર ડ્રાઈવર રોષે ભરાયો, OLAએ પગલા લીધા તો લોકોએ બોયકોટ કર્યો

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું BoycottOla
  • ડ્રાઈવરની સાથે રાજકીય ચર્ચા પછી થઈ બબાલ
  • ટ્વિટર પર મુસાફરોએ શેર કર્યો અનુભવ

Divyabhaskar.com

Jan 24, 2020, 09:53 PM IST

નવી દિલ્હીઃ દેશની ચર્ચિત કેબ સર્વિસ કંપની ઓલા સતત ચર્ચામાં રહે છે. શુક્રવારેે ટ્વિટર પર એકાએક BoycottOla ટેન્ડ થવા લાગ્યું હતું. એક ટ્વિટર યુઝરે આરોપ લગાવ્યો કે કેબ ડ્રાઈવરે તેમની વાતચીત પર ટિપ્પણી કરી અને મોદી સરકારની નીંદા કરવા પર તેમની સાથે ખરાબ વર્તન કર્યું. ફરીયાદ બાદ જ્યારે ઓલાએ ડ્રાઈવર પર પગલા લીધા તો લોકોએ ઓલાને જ બાયકોટ કરવાની ચળવળ શરૂ કરી.

શું છે સમગ્ર મામલો ?

ટ્વિટર પર એક યુઝર કનવ શર્માએ શુક્રવારે ટ્વિટ કરીને પોતાનો અનુભવ શેર કર્યો. કનવ શર્માએ લખ્યું કે ગઈકાલે ઓલામાં ટ્રાવેલ દરમિયાન ડ્રાઈવરે તેમની વાત સાંભળી અને જવાબ આપ્યો કે અર્થવ્યવસ્થા માટે મોદી સરકાર કઈ રીતે જવાબદાર છે, આ સંપૂર્ણ રીતે કોંગ્રેસની ભૂલ છે.

કનવ શર્માના જણાવ્યા અનુસાર ડ્રાઈવરે તેમને કહ્યું કે કોંગ્રેસે JNU બનાવી, જ્યાં નારાઓ લગાવવામાં આવે છે. આ સિવાય જવાહરલાલ નેહેરુના દાદા મુસ્લિમ હતા. કનવ શર્માના જણાવ્યા મુજબ જ્યારે તેમણે ડ્રાઈવરને વાસ્તવિકતાની તપાસ કરવાનું કહ્યું તો જવાબમાં તેણે તેમને જ રાષ્ટ્ર વિરોધી ટોળકીના સભ્ય ગણાવ્યા, જે સરકારની નીંદા કરે છે. આ અંગેની ફરિયાદ જ્યારે કનવ શર્માએ ઓલાને કરી તો ઓલાએ ડ્રાઈવર પર પગલા લેવાની વાત કહી અને આ પ્રકારનું વર્તન ફરીથી ન કરવા ટકોર કરી.

ટ્વિટર પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો

આ સમગ્ર વિવાદ બાદ લોકોએ ગુસ્સો ઓલા પર ઠાલવ્યો. ટ્વિટર પર #BoycottOla ટ્રેન્ડ થયું અને લોકો તરફથી ઓલાની એપને ડિલીટ કરવાની અપીલ કરવામાં આવી. ટ્વિટર પર યુઝર્સ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

જોકે ઓલ તરફથી એવું કોઈ ટ્વિટ કરવામાં આવ્યું નથી. જેમાં ડ્રાઈવરની નોકરી જવાની વાત કરવામાં આવી હોય. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ એવો બનાવ નથી કે જેમાં કોઈ એપ્લિકેશનને લોકોના ગુસ્સાનો શિકાર બનવાનો વારો આવ્યો હોય. આ પહેલા પણ ઘણીવાર ધર્મના મુદ્દા પર ઓલા, જોમેટો સહિતની એપ સમાચારમાં રહી છે.

કનવ શર્મા કોણ છે ?

ડ્રાઈવરના વર્તનને લઈને ફરિયાદ કરનાર કનવ શર્મા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. ટ્વિટર પર આપવામાં આવેલી માહિતી મુજબ તે AT Kearney નામની કંપનીમાં કામ કરે છે. તેમણે લોકેશનમાં જમ્મુ અને દિલ્હી લખ્યું છે.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી