તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેકેટ જ્યુસ પીવડાવાથી નાના બાળકોનો મગજનો વિકાસ અટકી જાય છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેકેટ જ્યુસ પીવાથી ગેસની સમસ્યા, ડાયેરિયા, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય છે કે, તેઓ કસરત, ચાલવાનું અને ડાયટિંગ કરતા હોય છે. પરંતુ બાળકોનું ધ્યાન રાખવું થોડું મુશ્કેલ છે. માતા-પિતા બંને નોકરી કરતા હોવાથી અત્યારના સમયમાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે એટલું ધ્યાન નથી આપી શકતા, જેટલું પહેલાના સમયે આપવામા આવતું હતું. અત્યારે લોકો નાના બાળકોને સ્વસ્થ રાખવા માટે માતા-પિતા દૂધની સાથે ઘણી વસ્તુઓ ખવડાવતા-પીવડાવતા હોય છે. જેમ કે, ખીચડી અથવા ફ્રૂટ-શાકભાજીનો જ્યુસ પીવડાવે છે.


ઘણી વખત ઉતાવળમાં માતા-પિતા બાળકોને પેકેટવાળા જ્યુસ પીવડાવે છે, કેમ કે, તેઓને લાગે છે કે બાળકના સ્વાસ્થ્ય માટે તે હેલ્ધી છે. જો તમે પણ આવું કરતા હોય તો ચેતી જજો. નાના બાળકો પર કરવામા આવેલ રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, પેકેટવાળા જ્યુસ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અમેરિકન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સના જણાવ્યા પ્રમાણે, 1 વર્ષછી ઓછી ઉંમરના બાળકોને ક્યારે પણ પેકેટવાળા જ્યુસ ન પીવડાવવા જોઈએ. 

સોડા અને સોફ્ટ ડ્રિંક આપવાનું ટાળવું
અમેરિકન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સના જણાવ્યા પ્રમાણે, પેકેજ્ડ જ્યુસ ઉપરાંત 1 વર્ષ સુધીના બાળકોને સોડા અને સોફ્ટ ડ્રિંકથી પણ દૂર રાખવા જોઈએ. આ જ્યુસમાં બ્રોમિનટેટેડ વનસ્પતિ તેલ હોય છે, જે બ્રોમિન ટોક્સિન પેદા કરે છે. બ્રોમીન ટોક્સિન બાળકોની નર્વસ સિસ્ટમ અને મગજને અસર કરી શકે છે.

કેલરી વધારે હોય છે
રિપોર્ટમા જણાવ્યા અનુસાર, પેકેટવાળા જ્યુસ અને ડ્રિંકમાં કેલેરી, ખાંડની માત્રા વધારે હોય છે જે બાળકોને નુકસાન પહોંચાડે છે. તે ઉપરાંત આ જ્યુસ બાળકોના દાંતમાં કેવિટીનું કારણ બની શકે છે.
આ પહેલી વખત નથી કે જ્યારે પેકેટ જ્યુસના નુકસાન સામે આવ્યા છે. આ અગાઉ પણ ઘણી વખત પેકેટ જ્યુસના નુકસાન સામે આવી ચૂક્યા છે. 
પેક્ડ ફ્રૂટ જ્યુસમાં કેડમિયમ, ઓર્ગેનિક, આર્સેનિક અને પારો અથવા લીડ હોય છે. આ જ્યુસ બાળકોને આપવાથી તેમના મગજ પર ખરાબ અસર પડી શકે છે, ઉપરાંતતેમના મગજનો વિકાસ અટકી શકે છે. પેકેટ જ્યુસ પીવાથી ગેસની સમસ્યા, ડાયેરિયા, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો