રિસર્ચ / કોફી પીવાથી લિવરનાં કેન્સરનું જોખમ ઘટે છે

Drinking coffee reduces the risk of liver cancer

  • કોફીનું સેવન ન કરતા લોકો ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરતા હોય છે
  • કોફીમાં એન્ટિ ઓક્સિડન્ટ અને કેફિન હોવાથી તે કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે

Divyabhaskar.com

Nov 09, 2019, 04:45 PM IST

હેલ્થ ડેસ્કઃ કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી લિવરનાં કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. ઉત્તર આયર્લેન્ડમાં થયેલાં એક રિસર્ચ મુજબ કોફી પીવાથી HCC (હિપેટોસેલ્યુલર કાર્સિનોમા) પ્રકારનાં લિવરનાં કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

બ્રિટિશ જર્નલ ઓફ કેન્સર નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચમાં 4 લાખથી વધારે લોકો પર 7.5 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં રહેતા આ તમામ લોકોનાં કોફીનાં સેવનનું અવલોકન કરવામાં આવ્યું હતું.

આ રિસર્ચમાં સામે આવ્યું કે ઇન્સ્ટન્ટ કોફીનું સેવન કરતા લોકોમાં અન્ય લોકોની સરખામણીએ લિવરનાં કેન્સરનું જોખમ ઓછું હોય છે.

આ રિસર્ચ મુજબ કોફીનું સેવન ન કરતા લોકો ધૂમ્રપાન અને આલ્કોહોલનું વ્યસન કરે છે. તેવા લોકોમાં કોલેસ્ટેરોલ સહિત ડાયાબિટીસ બીમારીઓનું પ્રમાણ પણ વધારે મળે છે. રિસર્ચના લીડ ઓથર કિમ તુ જણાવે છે કે કોફીનું સેવન કરતા લોકો ઓછાં પ્રમાણમાં વ્યસન કરે છે અને તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. કોફીમાં એન્ટિ ઓક્સિડન્ટ અને કેફિન હોવાથી તે કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે.

વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના રિપોર્ટ અનુસાર જ આ રિસર્ચના પરિણામ મળ્યા છે, જે દર્શાવે છે કે કોફીનું સેવન કરવાથી લિવર કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે.

X
Drinking coffee reduces the risk of liver cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી