તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Drink 8 10 Glasses Of Water Daily To Prevent Winter Screen Dryness And Dehydration, Weight Will Also Be Under Control

શિયાળામાં સ્કિન ડ્રાયનેસ અને ડિહાઇડ્રેશનથી બચવા માટે દરરોજ 8-10 ગ્લાસ પાણી પીઓ, વજન પણ નિયંત્રણમાં રહેશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ ઉનાળા દરમિયાન પાણી પીવા માટે કોઈ અલાર્મની જરૂર નથી. ઉનાળાની ઋતુમાં તમારું શરીર જ પાણી માગી લે છે. પરંતુ શિયાળામાં આવું નથી થતું કારણ કે, તમને પરસેવો નથી થતો. તેથી, આપણે શિયાળાની ઋતુમાં પાણી પીવાનું પ્રમાણ ઘટાડી દઇએ છીએ. જો શરીર પાણી ન માગે તો તેનો અર્થ એ નથી કે તમારા શરીરને પાણીની જરૂર જ નથી. શિયાળાની સિઝનમાં પણ પૂરતું પાણી પીવું મહત્ત્વપૂર્ણ છે.
 

કારણ 1: ત્વચાને ડ્રાયનેસથી બચાવવા
અન્ય દિવસોની સરખામણીમાં શિયાળામાં હવામાન વધુ વધારે શુષ્ક હોય છે. આ સિવાય જ્યારે તમે પ્રમાણમાં ગરમ ​​ઓરડામાંથી બહાર ઠંડા વાતાવરણમાં  જાઓ ત્યારે બહાર વહેતી ઠંડી હવા તમારી ત્વચાને ડ્રાય બનાવી દે છે. શિયાળામાં ઘણા લોકોની ત્વચા છોલાવા પણ લાગે છે. ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ પેદા થાય છે. તેથી, ત્વચાને સ્વસ્થ, ભેજવાળી અને ચમકતી રાખવા માટે શિયાળા દરમિયાન સમયાંતરે વધુ પાણી પીવું જરૂરી છે.
 

કારણ 2: વિન્ટર ડિહાઇડ્રેશનનો સામનો કરવા માટે
ઉનાળામાં થોડું પણ કામ કરવાથી અથવા તડકામાં બહાર જવાથી પરસેવો ખૂબ જ ઝડપથી આવે છે. ઝડપથી એકસાથે પરસેવો થવાના કારણે આપણે પાણીની વધુ જરૂરિયાત અનુભવીએ છીએ. આ આપણને પાણી પીવા માટે પ્રેરણા આપે છે. પરંતુ શિયાળા દરમિયાન પરસેવો એક સાથે ઝડપથી બહાર આવતો નથી, પરંતુ ધીમે ધીમે બહાર નીકળે છે. તેથી, આપણું શરીર એકદમ ડિહાઇડ્રેટેડ નથી થતું અને તેનાથી આપણને પાણી પીવાની જરૂરિયાત પણ અનુભવાતી નથી. પરંતુ આપણું શરીર ડિહાઇડ્રેટેડ થઈ રહ્યું છે અને ડિહાઇડ્રેશનથી પણ પીડાઈ રહ્યું હોય છે. તેથી, શિયાળાના દિવસોમાં પણ આપણે એટલું જ પાણી પીવું જરૂરી છે જેટલું આપણે ઉનાળામાં પીએ છીએ.
 

કારણ 3: કેફિન સામે લડવા માટે
શિયાળામાં મોટાભાગે લોકોનું ચા-કોફી પીવાનું પ્રમાણ વધી જાય છે. આ એક જાણીતી હકીકત છે કે આપણે જેટલી ચા અને કોફી પીએ છીએ, શરીરમાં ડિહાઇડ્રેશન પણ એટલું જ વધશે. ઘણા લોકો વધુ એનર્જી માટે માટે ચા અને કોફી પીતા હોય છે, પરંતુ ડિહાઇડ્રેશનને કારણે તેની વિપરીત અસર થઈ શકે છે. તેથી આ કેફીનને સંતુલિત કરવા માટે આપણે વધુ પાણી પીવું જોઈએ.
આનો સરળ હિસાપ એ છે કે તમે એક કપ ચા અને કોફી પીતા હો તો તેના 10 મિનિટ પહેલાં બે કપની માત્રા જેટલું પાણી પી લો.
 

કારણ 4: વધતું વજન અટકાવવા
એવું માનવામાં આવે છે કે શિયાળાની સીઝનમાં ભૂખ અન્ય ઋતુઓની તુલનામાં વધુ અનુભવાય છે. તેથી, ઘણીવાર આ સિઝનમાં વજન વધવાની સમસ્યા હોય છે. પરંતુ એ પણ એક તથ્ય છે કે આપણે શિયાળાની સિઝનમાં પાણી ઓછું પીએ છીએ, તેથી આપણે વધારે પડતું ખાવાનું ખાઈ લઇએ છીએ. જો તમે પૂરતું પાણી પીવાનું ચાલુ રાખશો, તો તમે શરીરને જરૂર પૂરતું જ ખાશો. પૂરતું પાણી પીવાથી આપણી પાચનશક્તિ પણ સારી રીતે કાર્ય કરે છે અને મેટાબોલિઝમ પણ સારું રહે છે, જે આપણું વજન સંતુલિત રાખે છે. તેથી, જો તમારે શિયાળામાં વજન વધારવું ન હોય તો પૂરતું પાણી પીવો.
 

કારણ 5: રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી
આપણે જેટલા ડિહાઇડ્રેટેડ રહીશું એટલું ઓછું પાણી પીશું અને આપણી રોગપ્રતિકારક શક્તિ એટલી જ નબળી પડશે. શિયાળાની ઋતુની શરૂઆતમાં આપણું વોટર ઇનટેક ઓછું હોય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી થવાને કારણે આપણે શરદી અને તાવ જેવી સમસ્યાઓથી લડીએ છીએ. જો આપણે પૂરતું પાણી પીશું તો શરદી અને ખાંસી જેવા ઘણા રોગોથી બચી શકીશું. ઘણા લોકોને શિયાળા દરમિયાન પગ જકડાઈ જવાની સમસ્યા પણ થાય છે. તેનું એક કારણ શરીરમાં પાણીની ઊણપ પણ હોય છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો