વડોદરા / શિક્ષણ સમિતિના બાળમેળામાં આ વર્ષે પહેલીવાર એક સાથે દેશી રમતો, કવિ સંમેલન અને ચિત્રસ્પર્ધા યોજાશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • શિક્ષણ સમિતિના બાળમેળામાં આ વર્ષે પહેલીવાર એક સાથે દેશી રમતો, કવિ સંમેલન અને ચિત્રસ્પર્ધા યોજાશે  

Divyabhaskar.com

Jan 22, 2020, 03:09 AM IST

વડોદરાઃ આ વર્ષનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળમેળો આગામી 25થી 27 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ બાળમેળામાં પહેલીવાર દેશી રમતો, શિક્ષકોનું કવિ સંમેલન અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે બાળમેળાની 30 હજારથી વધુ મુલાકાતીઓ મુલાકાત લે તેવી શક્યતા છે. દર વર્ષે બાળમેળામાં જોવા મળતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા સાયન્સ, સમાજ અને ઇતિહાસને લગતા સંખ્યાબંધ પ્રોજેક્ટ તો હશે જ. બાળકોમાં સાહસિક વૃતિ ખીલે તે માટે અલાયદા એડવેન્ચરઝોનને આ વર્ષે પણ યથાવત રખાયો છે. બાળમેળાનું વર્ષોથી ઉદઘાટન બાળકો દ્વારા જ કરાય છે. આ પરંપરા આ વર્ષે પણ યથાવત્ રહેશે. મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી રહેશે. બાળમેળામાં વિવિધ કેટેગરીઓમાં સમિતિની 105 શાળાઓમાંથી 1100 વિદ્યાર્થીઓ ભાગ લેશે. બાળમેળાનું ઉદઘાટન 25મી જાન્યુઆરીએ સવારે 9.30 વાગ્યે યોજાશે.

આ છે આ વર્ષનાં નવાં આકર્ષણો

  • દેશી રમતો - બાળમેળા દરમિયાન દેશી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લંગડી, ગિલ્લી-દંડા, સતોડિયું સહિતની વિવિધ રમતો હશે. આ રમતોમાં મુલાકાતી વિદ્યાર્થીઓને રમવું હશે તો તેઓ પણ સમિતિના વિદ્યાર્થીઓ સાથે જોડાઇ શકશે.
  • ચિત્ર સ્પર્ધા - સમિતિની શાળાઓના બાળકોની સર્જનાત્મકતા વધે તે હેતુથી તેમના માટે એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ચિત્રસ્પર્ધાનો વિષય તે દિવસે જ સ્થ‌ળ પર જ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
  • કવિ સંમેલન - કવિ સંમેલનનું નામ ‘કાવ્ય સંગત’, ચાલો શબ્દોની મોજમાં રખાયું છે. 26મી જાન્યુઆરી, રવિવારે કમાટીબાગના એમ્ફિથિયેટરમાં યોજાશે. આ માટે એમ્ફિથિયેટરમાં 35 ફૂટથી ઊંચો ખાસ તંબુ તૈયાર કરાશે. સમિતિના શિક્ષકો સ્વયંરચિત કાવ્યો પ્રસ્તુત કરશે.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી