તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dr. Trivedi's Funeral Performed By His Wife But His Desire For National Honor Remained Incomplete

ડો. ત્રિવેદીને પત્નીએ અગ્નિદાહ આપ્યો પણ રાષ્ટ્રીય સન્માનની ઈચ્છા અધૂરી રહી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો. ત્રિવેદીની અંતિમયાત્રા
  • પ્રોટોકોલનું કારણ આગળ ધરીને સરકારે સન્માન ન આપ્યું
  • અંત્યેષ્ઠિ જાહેર કરાઈ હોય તેવા વ્યક્તિના મૃતદેહ પર તિરંગો ચઢાવાય તેને રાષ્ટ્રીય સન્માન કહેવાય
  • અંતે મૃતદેહ પર રામ લખેલી શાલ ઓઢાડાઈ

સમીર રાજપૂત, અમદાવાદ: કિડની ટ્રાન્સપ્લાન્ટના ભીષ્મપિતામહ ગણાતા ડોક્ટર એચ.એલ.ત્રિવેદીની  રાષ્ટ્રીય સન્માન સાથેની અંતિમ સંસ્કારની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. તેમણે મૃત્યુ પહેલાં તેમની પત્નીને રાષ્ટ્રીય સન્માનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, રાજ્ય સરકારે પ્રોટોકોલનું કારણ આગળ ધરીને તેમને આ સન્માન આપ્યું ન હતું અને દૂધેશ્વર સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમવિધિ કરાઈ હતી.
પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રીય સન્માન આપવું શક્ય ન હોવાનું કહ્યું 
ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસનાં વાઇસ ચાન્સેલર ડો. અરુણાબેન વણિકરે કહ્યું હતું કે, બુધવારે સાંજે  ડો. ત્રિવેદીના મૃત્યુ બાદ રાષ્ટ્રીય સન્માનની અંતિમ ઇચ્છા અંગે તેમનાં પત્ની અને મેં કલેક્ટર વિક્રાંત પાંડે અને ડેપ્યુટી મુખ્યમંત્રીને જાણ કરી હતી પહેલા કલેક્ટરે હા પાડી હતી, પણ પછી રાજ્ય સરકારના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં પૂછ્યા બાદ પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રીય સન્માન આપવું શક્ય ન હોવાનું કહ્યું હતું. આ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંતિમ દર્શને ગયા ત્યારે પણ  ડો. ત્રિવેદીના પત્ની સુનિતાબહેને નીતિનભાઈ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી પણ તેમણે શક્ય ન હોવાનું કહ્યું હતું.  કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનિત મિશ્રાએ કહ્યું કે, અંતિમ ઈચ્છા પૂરી ન થવા પાછળ હોસ્પિટલ સિસ્ટમનો વાંક કહી શકાય. 
અંતિમવિધિમાં 165 કિલો ચંદનના લાકડાંનો ઉપયોગ
ડો. ત્રિવેદી ઈચ્છા મુજબ તેમની પત્નીએ જ અગ્નિદાહ આપ્યો હતો. દૂધેશ્વર સ્મશાનગૃહ ખાતે કરાયેલી અંતિમવિધિમાં 165 કિલો ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નિયમ મુજબ સન્માન આપી શકાય નહીં : કલેક્ટર
કલેક્ટર વિક્રાંત પાંડેએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, ડો. ત્રિવેદીની ઈચ્છા અંગે મને ફોન આવતાં પહેલા મેં હા પાડી. ત્યારબાદ સરકારના એડમિન વિભાગના જ્વલંત ત્રિવેદીને પૂછતાં તેમણે પ્રોટોકોલના મેન્યુઅલના નિયમ મુજબ શક્ય ન હોવાનું જણાવતાં ના પાડી હતી.
શ્રીદેવીને રાષ્ટ્રીય સન્માન પણ ડો. ત્રિવેદીને નહીં
મહારાષ્ટ્ર સરકારે શ્રીદેવીને રાષ્ટ્રીય સન્માન આપ્યું હતું. પરંતુ ગુજરાત સરકારે ડો. એચ.એલ. ત્રિવેદીને રાષ્ટ્રીય સન્માન ન આપતાં કિડની હોસ્પિટલમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. એક જ દેશમાં પ્રોટોકોલની બે નીતિ કેવી રીતે હોઈ શકે છે તે અંગે તબીબોમાં ચર્ચા ચાલી હતી. 
CM મંત્રીઓ સાથે ચર્ચા કરી રાષ્ટ્રીય સન્માન આપી શક્યા હોત
ભારતીય રાષ્ટ્રધ્વજની આચારસંહિતા મુજબ રાજકીય સન્માન સાથેની અંત્યેષ્ઠિ જાહેર કરાઇ હોય તેવી વ્યક્તિના મૃતદેહ પર જ તિરંગો ચડાવાય છે. આ માટે વર્તમાન કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ તથા મુખ્યમંત્રી તથા સંરક્ષણ દળો, અર્ધલશ્કરી દળોના શહીદોને આ સન્માન મળે છે અને તેના માટેની ઘોષણા સત્તાવાર રીતે રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા કરાય છે.
મહારાષ્ટ્ર સરકારે જ શ્રીદેવીને રાજકીય સન્માન આપવાનો નિર્ણય લીધો હતો
પરંતુ આ પ્રકારનું સન્માન માત્ર રાજકારણ કે સંરક્ષણ ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન રહે તે માટે આ કાયદામાં સુધારો કરાયો છે. રાજ્ય સરકાર ઇચ્છે તો મૃતક વ્યક્તિના વિવિધ ક્ષેત્ર જેવાં કે રાજનીતિ, સાહિત્ય, કાયદો, વિજ્ઞાન અને કળામાં પ્રદાનની ગણના કરીને તેવી વ્યક્તિને રાજકીય સન્માન સાથે વિદાય આપવા મુક્ત છે. મુખ્યમંત્રી પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે ચર્ચા કરીને મૃતક વ્યક્તિના વિસ્તારના સંબંધિત પોલીસ કમિશનરને આદેશ આપી રાજકીય સન્માન સાથે મૃતદેહ પર તિરંગો લપેટીને તેમની અંત્યેષ્ઠિ કરાવી શકે છે. અભિનેત્રી શ્રીદેવીના અંતિમ સંસ્કાર વખતે તેમના મૃતદેહ પર તિરંગો લપેટાતાં વિવાદ ઊઠ્યો હતો પરંતુ મહારાષ્ટ્ર સરકારે જ શ્રીદેવીને રાજકીય સન્માન આપવાનો નિર્ણય લીધો હતો. તે જ રીતે કર્ણાટક સરકારે આરટીઆઇ એક્ટિવિસ્ટ અને પત્રકાર ગૌરી લંકેશને પણ આવું સન્માન આપ્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો