તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ સ્વીટ્સ એન્ડ નમકીન મેન્યુફેકચર્સ કમીટીમાં ચેરમેન પદે ડો.બૈજુભાઈ મહેતા

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેડરેશન ઓફ સ્વીટ્સ એન્ડ નમકીન મેન્યુફેકચર્સ (FSNM) સાથે ઓલ ઈન્ડિયાના તમામ નોર્થથી વેસ્ટ સુધીનાં તમામ પ્રકારના વ્યવસાયીઓ જોડાયેલા છે. આ ફેડરેશન કમીટીમાં ઓલ ઈન્ડિયાના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે છે જેમા ચેરમેન પદે ભાવનગરના દાસ પેંડાવાળા ડો.બૈજુ મહેતાની નિયુક્તિ કરવામાં આવી છે. જે ભાવનગર અને ગુજરાત માટે ગર્વની બાબત છે.

આ ફેડરેશનમાં બૈજુભાઈ મહેતા ઘણા સમયથી એક્ઝીક્યુટીવ કમીટીમાં સ્થાન ધરાવે છે અને તેમના અનુભવ અને નોલેજનો લાભ સમગ્ર ઈન્સ્ટ્રીઝનાં બેટરમેન્ટ માટે આપે છે. તેમજ આ ફેડરેશન ઓફ સ્વીટ્સ, નમકીન અને સ્નેક્સ મેન્યુફેકચર્સનું એક વિશાળ એસોસીએશન છે જેમાં નોર્થથી સાઉથ અને ઈસ્ટથી વેસ્ટ સુધીનાં તમામ આ પ્રકારનાં વ્યવસાયીઓ જોડાયેલા છે. હાલ FSSAI અને બીજી બોડી દ્વારા કાયદામાં સતત અપડેશન આવતા રહે છે જે આવકાર્ય છે. કાયદો આવતા પહેલા ડ્રાફ્ટ સ્વરૂપે ઈન્ડસ્ટ્રીઝ સામે રજૂ કરાય છે અને સૂચન મંગાવાય છે એટલે તેનો તલસ્પર્શી અભ્યાસ કરવો અને જરૂરી સૂચન કરવા તે પણ આ કમીટીનું કાર્ય છે.

લોકડાઉનમાં મીઠાઈના ધંધાને ચાલુ રાખવા છુટ આપો
FSNM સાથે ભારતમાં આશરે 10 લાખથી વધુ લોકો જોડાયા છે. જેના નવા કાયદા અને જુના કાયદામાં સુધારો કરાશે અને આ કાયદાની બુક ભારત ભરની દરેક સ્થાનીય ભાષામાં પબ્લીશ થાય તેવી માંગણી કરવામાં આવશે. હિન્દી ભાષા ન સમજી શકે તેવા સાઉથના લોકો માટે સ્થાનીય ભાષામાં મળી રહે તે કાયદાના પાલન માટે જરૂરી છે. તેમજ મીઠાઈ અને નમકીન સાથે વેચાતુ હોય છે અને નમકીન અત્યારે રોજ બરોજના ઉપયોગમાં લેવાતી આઈટમ છે તો પાછલા લોકડાઉનમાં જેમ પ્રોવીઝન સ્ટોર, બેકરી ઉત્પાદને ખુલ્લા રાખવા પરમીશન મળી હતી તેમ મીઠાઈના વ્યવસાયને બીઝનેસ ચાલુ રાખવા છુટ મળવી જોઈએ તેમ બૈજુભાઈ મહેતાએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો