અમદાવાદ / નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ફસાયેલી DPS ઇસ્ટના પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું

ડીપીએસ - ઇસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરી.
ડીપીએસ - ઇસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરી.

  • મારા કામને ન્યાય આપી શકતો નથી-પ્રિન્સિપાલ
  • DPS ઈસ્ટમાંથી મહિનામાં 8 વિદ્યાર્થીએ LC લીધાં
     

Divyabhaskar.com

Dec 18, 2019, 12:47 AM IST
અમદાવાદ: ડીપીએસ - ઇસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ સ્કૂલ મેનેજમેન્ટથી નારાજ થઇને સ્કૂલના પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે ઇ-મેલથી રાજીનામું મંજુલા શ્રોફ, સ્કૂલના એચ.આર અને જિલ્લા શિક્ષણાધિકારી ગ્રામ્યને મોકલી આપ્યું છે. ડીપીએસ - ઇસ્ટે સમગ્ર વિવાદમાં પ્રિન્સિપાલને આગળ કર્યા હતા, જ્યારે મેનેજમેન્ટ અત્યાર સુધી પોતાની વાત કરવા વાલીઓ કે સરકાર સમક્ષ આવ્યું નથી. આથી થાકીને આખરે પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું હતું.
રાજીનામા બાદ હિતેશ પુરીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું શિક્ષણનો માણસ છું, પોલીસ કે ડીઇઓ કચેરીમાં વારંવાર ધક્કા ખાવા મારું કામ નથી. મેં મેનેજમેન્ટને સમગ્ર વિવાદ મુદ્દે સામે આવવા ઘણીવાર જણાવ્યું હોવા છતાં મેનેજમેન્ટ સામે આવતું ન હતું. હું એકલો કેટલું લડી શકું. તેના કારણે મેં સ્કૂલમાંથી રાજીનામું આપ્યું છે’
રાજીનામાપત્ર અક્ષરસ: ‘મારા કામને ન્યાય આપી શકતો નથી’
માનનીય મેડમ, દિવસની શુભકામનાઓ,
સવિનય જણાવવાનું કે ઘણા દિવસથી એનઓસી સહિતના પ્રશ્નોનો સામનો કરી રહ્યો છું. હું ઘણા જિલ્લા શિક્ષણાધિકારી, પોલીસ અને સરકારી અધિકારીઓને મળી રહ્યો છું. મારી મહત્વની કામગીરીને અસર કરતા ઘણા લોકોને મળી રહ્યો છું. મારે જણાવવાનું કે તેના કારણે હું મારી ફરજ નિભાવી શકતો નથી અને મારા કામને ન્યાય આપી શકતો નથી. જેની વિપરીત અસર મારા સ્વાસ્થ્ય પર થઇ છે. હું આજથી ત્રણ મહિનાની નોટિસ સાથે મારું રાજીનામું આપું છું. આ સરસ ઓર્ગેનાઇઝેશનને ભવિષ્યના સાહસો માટે શુભેચ્છા પાઠવું છું.
DPS ઈસ્ટમાંથી મહિનામાં 8 વિદ્યાર્થીએ LC લીધાં
ડીપીએસ- ઇસ્ટમાંથી 16 નવેમ્બરથી અત્યાર સુધી 8 વાલીઓએ પોતાના બાળકોના લિવિંગ સર્ટિ કઢાવી લીધા છે. અન્ય 6 વાલી પણ એલસી કઢાવી શકે છે. આવનારા સમયમાં સ્કૂલ તરફથી એનઓસી મળશે એટલે વધુ વાલીઓ પોતાના બાળકોનું લિવિંગ સર્ટિ કઢાવીને અન્ય સ્કૂલમાં એડમિશન મેળવશે. 31 માર્ચ-2020 પછી ડીપીએસ - સ્કૂલ બંધ થશે. સરકારે પરિપત્ર કરીને વાલીઓ અને સ્કૂલને પણ જાણ કરી છે. માટે તેઓ નવા સત્ર પહેલા જે નવી સ્કૂલ શોધી રહ્યા છે.
માર્ચમાં સ્કૂલ છોડનારા વિદ્યાર્થીની સંખ્યા વધશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે 31 માર્ચ પછી સ્કૂલ બંધ કરાશે તેવી સ્પષ્ટતા જિલ્લા શિક્ષણાધિકારીએ કરી દીધી છે. હવે વાલીઓને વધુ એક વર્ષ સ્કૂલમાં અભ્યાસ કરવા મળે તેવી સ્થિતિ નથી. ઉપરાંત વાલી સ્કૂલને એલ.સી કાઢી આપવાની અરજી આપે તે પછીના સાતથી આઠ દિવસમાં ફરજિયાત લિવિંગ સર્ટિ આપવાનું હોય છે. તેથી વાલી વર્ષ પૂરું થયા બાદ જ પોતાના બાળકને અન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરશે એવો અંદેશો સરકારને છે.
X
ડીપીએસ - ઇસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરી.ડીપીએસ - ઇસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી