અમદાવાદ / CBSE સાથેનું જોડાણ રદ થતાં DPS ઇસ્ટ દિલ્હી હાઇકોર્ટમાં

ડીપીએસ ઇસ્ટની ફાઇલ તસવીર.
ડીપીએસ ઇસ્ટની ફાઇલ તસવીર.

  • વિદ્યાર્થીઓના હિતમાં અરજી કર્યાનો દાવો
  • ડીપીએસ - ઇસ્ટ કેમ્પસમાં નિત્યાનંદ આશ્રમનું બાંધકામ ઔડાએ હટાવ્યું

Divyabhaskar.com

Dec 28, 2019, 02:27 AM IST
અમદાવાદ:ડીપીએસ ઇસ્ટનું સીબીએસઇ સાથેનું જોડાણ રદ કરવા કરાયેલા નિર્ણયને સ્કૂલ મેનેજમેન્ટે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. સ્કૂલે સમગ્ર વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી હાલની પ્રક્રિયા પર મનાઇ હુકમ ફરમાવવાની માગણી અરજીમાં કરી છે.
કેસનો નિકાલ થાય ત્યાં સુધી સ્ટે આપવા માગ
સીબીએસઇએ ગુજરાત શિક્ષણ વિભાગની ખોટી એનઓસી રજુ કરવાના મુદ્દે ડીપીએસ - ઇસ્ટની માન્યતા રદ્દ કરી હતી. સીબીએસઇના એફિલિએશન રદ કરવાના નિર્ણયને પડકારતી રીટ પિટિશન સ્કૂલ મેનેજમેન્ટે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરી છે. આ સાથે જ રિટ પિટિશન દાખલ થવા, સુનાવણી અને તેના આખરી નિકાલ ન થાય ત્યાં સુધી સમગ્ર પ્રક્રિયા પર સ્ટે મુકવા માટે પણ એક વચગાળાની અરજી દાખલ કરાઇ છે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફના લાંબાગાળાના હિતોને ધ્યાને લઇને સ્કૂલ મેનેજમેન્ટે આ પિટિશન દાખલ કરી છે. રિટ પિટિશન 24, ડિસેમ્બર 2019ના રોજ દિલ્હી હાઇકોર્ટ સામે લિસ્ટ કરવામાં આવી હતી અને આ મુદ્દે વધુ સુનવણી 13, જાન્યુઆરી-2020ના રોજ યોજાશે.
નિત્યાનંદ આશ્રમનું બાંધકામ તોડી પડાયું
ડીપીએસ - ઇસ્ટ કેમ્પસમાં નિત્યાનંદ આશ્રમનું બાંધકામ શુક્રવારે ઔડાએ હટાવ્યું હતું. આ પહેલા સ્કૂલે શિક્ષણ વિભાગ, પોલીસને જાણ કરીને આશ્રમનું બાંધકામ હટાવવા અરજી કરી હતી. શુક્રવારે ઔડાની ટીમે નિત્યાનંદ આશ્રમની વિવિધ કુટીરોને તોડી હતી. ઔડાની ટીમે ધાબા પરની પેરાફીટ 2 ફૂટ ઊંચી કરવા અને કેમ્પસમાં 3 ખાળકૂવા તૈયાર કરવા માટે તાત્કાલિક કામ પણ શરૂ કરી દીધું હતું.
X
ડીપીએસ ઇસ્ટની ફાઇલ તસવીર.ડીપીએસ ઇસ્ટની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી